શહેરમાં કોઠારિયા સોલવન્ટ વિસ્તારમાં આવેલી રાધીકા સોસાયટીમાં રહેતા આધેડને હદયરોગના હુમલાથી મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના એએસઆઈના માર્ગદર્શનથી પરિવાર દ્વારા મૃતક આધેડનું ચક્ષુદાન કરી ભગીરથ કાર્ય કર્યુ હતું.
આ બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ કોઠારિયા સોલવન્ટ વિસ્તારમાં આવેલ રાધીકા સોસાયટીમાં રહેતા ભાવલાલ ચતુરભાઈ પાટીર નામના 54 વર્ષના આધેડ સવારના પોતાના ઘરે હતા ત્યારે હદય રોગનો હુમલો આવતા બેભાન હાલતમાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતાં. જ્યાં તેમનું મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. પ્રાથમિક તપાસમાં મૃૃતક આધેડને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. આધેડના અવસાન બાદ સીવીલ હોસ્પિટલ પોલીસ ચોકીના એએસઆઈ રામશીંગભાઈ વરુએ ચક્ષુદાન માટે પરિવારને માર્ગદર્શન આપ્યું હતું. જેના પગલે પરિવાર દ્વારા મૃતક આધેડનું ચક્ષુદાન કરી ભગીરથ કાર્ય કર્યુ હતું.
