મોરબીના ત્રાજપર ખારીમાં બે મિત્રો ઉપર ચાર શખ્સો ધારિયા વડે તૂટી પડ્યા
વાંકાનેરના અમરસર ગામે રહેતા આધેડ લાલપર ગામે હતાં ત્યારે જુની અદાવતનો ખાર રાખી ચાર શખ્સોએ કુહાડી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા આધેડને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ વાંકાનેરના અમરસર ગામે રહેતા સલીમભાઈ નુરમોહમદભાઈ બ્લોચ (ઉ.50) રાત્રીનાં આઠેક વાગ્યાના અરસામાં લાલપર ગામે હતાં ત્યારે મુરાદખાન અને નવાઝ સહિતના શખ્સોએ જુની અદાવતનો ખાર રાખી કુહાડી વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા આધેડને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.
બીજા બનાવમાં મોરબીમાં ઈન્દીરાનગરમાં રહેતા ગોવિંદ ધીરૂભાઈ સુરેલા (ઉ.30) અને ત્રાજપર ગામે રહેતાં દીપકભાઈ જેરામભાઈ દેથરીયા (ઉ.22) ત્રાજપર ખારીમાં હતાં ત્યારે હકુભાઈ અને દીપુભાઈ સહિતના શખ્સોએ ત્રણ મહિના પહેલા ગોવિંદભાઈના ભત્રીજા હિતેશ સાથે થયેલા ઝઘડાનો ખાર રાખી બન્ને યુવાન ઉપર ધારીયા વડે હુમલો કર્યો હતો. બન્ને યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરાયા હતાં. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
