જામજોધપુરના કરડવામાં આધેડનું બેભાન હાલતમા મોત; ઝેર પીધાની શંકા

જામ જોધપુરનાં કરડવા ગામે રહેતા આધેડ વાડી વિસ્તારમાથી બેભાન હાલતમા મળી આવ્યા બાદ મોત નીપજયુ હતુ. આધેડનાં મોતથી પરીવારમા શોકની લાગણી પ્રસરી છે બેભાન મળી…

જામ જોધપુરનાં કરડવા ગામે રહેતા આધેડ વાડી વિસ્તારમાથી બેભાન હાલતમા મળી આવ્યા બાદ મોત નીપજયુ હતુ. આધેડનાં મોતથી પરીવારમા શોકની લાગણી પ્રસરી છે બેભાન મળી આવેલા આધેડ પાસેથી દવાની બોટલ મળતા આધેડે ઝેર પીધાની શંકા વ્યકત કરવામા આવી છે.

આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ જામજોધપુરનાં કરડવા ગામે રહેતા અરભમભાઇ કાનાભાઇ કારોવદરા નામનાં પ4 વર્ષનાં આધેડ વાડી વિસ્તારમાથી બેભાન હાલતમા મળી આવતા તાત્કાલીક સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યા હતા. જયા આધેડની સારવાર કારગત નીવડે તે પુર્વે મોત નીપજતા પરીવારમા ગમગીની છવાઇ જવા પામી હતી . મૃતક આધેડ બેભાન હાલતમા મળી આવ્યા હતા તે સ્થળે તેમની પાસેથી દવાની બોટલ મળી આવી હતી જેથી આધેડે ઝેરી દવા પી લીધી હોવાની શંકા સેવાઇ રહી છે.

આ ઉપરાંત બીજા બનાવમા ગોંડલમા રામજી મંદિર પાસેથી આશરે 70 વર્ષનાં અજાણ્યા મહંત બીમારી સબબ બેભાન હાલતમા મળી આવ્યા હતા. વૃધ્ધને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યા હતા. જયા તેમનુ મોત નીપજયુ હતુ . ગોંડલ પોલીસે મૃતક વૃધ્ધનાં વાલી વારસની શોધખોળ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *