જયરાજસિંહ જાડેજા પરીવાર દ્વારા ખોડલધામ ખાતે કરાયું ધ્વજારોહણ

જેતપુર નજીકનાં કાગવડ સ્થિત પવિત્ર યાત્રાધામ ખોડલધામ મંદિર ખાતે પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા પરીવાર દ્વારા ધ્વજારોહણ કરાયું હતુ. જયરાજસિહ ઉપરાંત તેમના ધર્મપત્નિ ધારાસભ્ય ગીતાબા તથા…

જેતપુર નજીકનાં કાગવડ સ્થિત પવિત્ર યાત્રાધામ ખોડલધામ મંદિર ખાતે પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા પરીવાર દ્વારા ધ્વજારોહણ કરાયું હતુ.

જયરાજસિહ ઉપરાંત તેમના ધર્મપત્નિ ધારાસભ્ય ગીતાબા તથા પુત્ર ગણેશભાઈ સહિતનાં પરીવારે શ્રધ્ધા અને આસ્થાપુર્વક ખોડલધામ ખાતે ધ્વજા ચડાવી મૉં ખોડલનાં ચરણો માં શિશ ઝુકાવી નમન કર્યા હતા.
વિક્રમ સંવત 2082ના શુભ વર્ષમાં આયોજિત આ મહોત્સવમાં ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, ભરતભાઈ બોઘરા અને જયેશભાઈ રાદડિયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં સાંજે 4:00 કલાકે માતાજીના શિખર પર ભક્તિભાવપૂર્વક ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.

પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, ધારાસભ્ય ગીતાબા જાડેજા અને યુવા અગ્રણી ગણેશભાઈ જાડેજાના નિમંત્રણથી આ ધાર્મિક અવસરે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે અલ્પેશભાઈ ઢોલરીયા, અશોકભાઈ પીપડીયા, બાવભાઈ ટોળીયા તેમજ વિવિધ રાજકીય અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ અને નગરજનો પણ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.શ્રદ્ધાળુઓએમાં ખોડલના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા અને સમગ્ર સંકુલ ’જય માં ખોડલ’ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *