સોખડા રોડ ઉપર આધેડનું હૃદયરોગના હુમલાથી મોત

શહેરમાં સાત હનુમાન મંદિર પાસે સોખડા રોડ ઉપર રહેતા આધેડનું હદય રોગના હુમલાથી મોત નિપજતા પરિવારમાં શોકનીલાગણી પ્રસરી છે. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળીત…

શહેરમાં સાત હનુમાન મંદિર પાસે સોખડા રોડ ઉપર રહેતા આધેડનું હદય રોગના હુમલાથી મોત નિપજતા પરિવારમાં શોકનીલાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળીત વિગત મુજબ સાત હનુમાન મંદિર પાસે સોખડા રોડ ઉપર રહેતા રિક્ષા ચાલક નથુભાઈ મનસુખભાઈ રાઠોડ ઉ.વ.52 રાત્રીના 9 વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા ત્યારે હદય રોગનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા. આધેડને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત નિપજતાં પરિવાર શોકમાં ગરક થઈ ગયો હતો. પ્રાથમિક પુછપરછમાં મૃતક નથુભાઈ રાઠોડ ત્રણ ભાઈમાં વચેટ હતાં અને તેમને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *