રાજકોટમાં પ્રનગર પોલીસ મથકના કર્મચારીઓએ ખાનગી કર્મ પોલીસ સ્ટેશન લઈ જઈ તમે ક્રિપ્ટો કરન્સીનો ગેરકાયદેસરનો ધંધો કરો છો તેમ કહી રૂૂ.60 લાખનો તોડ કર્યાના પ્રકરણમાં હાઇકોર્ટે પ્રનગર પોલીસ મથકના તત્કાલીન પીઆઇ ભાર્ગવ ઝણકાટને હાજર થવા સમન્સ ઇસ્યુ કયું છે.
આ કેસની હકીકત મુજબ ગોંડલ ખાતે રહેતા અને સોફટવેર ડેવલોપમેન્ટનો વ્યવસાય કરતા હિરેન હિમાંશુભાઈ દાવડાને ધંધામાં રૂૂા.60 લાખની જરૂૂરત પડતા તેના મિત્ર ઉર્વિશ પટેલ પાસેથી આર.ટી.જી.એસ.થી મગાવવાના હતા. પરંતુ પોતાના ખાતામાં રકમ ઉપડી શકે તેમ ન હોવાથી મિત્ર સમિર વેકરિયાને વાત કરતા તેના મિત્રોના ખાતામાં રકમ ઉપડી શકે તેમ હોય સમિર વેકરીયાના કહેવાથી હિરેનભાઈ દાવડનાએ તેના મિત્ર ઉર્વિશ પટેલને કહી એકતા એન્ટરપ્રાઈઝના બેંક ખાતામાં રૂૂા.60 લાખનું આર.ટી.જી.એસ. કરાવ્યું હતું. જે રકમ ઉપાડી હિરેનભાઈ દાવડાને આપવાની હતી દરમીયાન મિત્ર મયંક વઘાસીયાએ હિરેન દાવડાને જણાવેલ કે એક પાર્ટી ક્રિપ્ટો કરન્સીને લગત કામ કરે છે તેને મળી તો આપણા ધંધાને લગત લાઈન મળી શકે તેમ કહી મયંક વઘાસીયા, હિરેન દાવડા પાર્ટીને મળવા રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યા હતા.
જ્યાં ચર્ચા શરૂૂ થાય એ પહેલા પ્ર-નગર પોલીસ સ્ટેશનના કનુભાઈ ભમ્મર સહિત ત્રણથી ચાર પોલીસ કર્મી સ્વીફટ કારમાં ધસી આવ્યા હતા. અને તમો બે નંબરના ધંધા કરો છો કહી કારમાં બેસાડી પ્ર.નગર પોલીસ સ્ટેશને લઈ જઈ મોબાઈલ ફોન અને પર્સ ઝુંટવી લઈ ચેક કરતા ક્રિપ્ટોને લગત કોઈ હકીકતો મળી આવેલ નહી અને ઉર્વિશ પટેલે રૂૂા.60 લાખ આર.ટી.જી.એસ.થી મોકલ્યા હતા તે ફોટો મોબાઈલમાં મળી આવતા તમો બે નંબરના ધંધા કરો છો તે રીતે કોઈપણ માધ્યમથી વાંકમાં લઈ હિરેન દાવડાએ મગાવેલ રૂૂા.60 લાખ ખાતામાંથી એક ખાતેદારના ખાતામાંથી રૂૂા.30 લાખ ઉપાડાવી રકમ ભરેલો થેલો પોલીસે લઈ લીધો હતો.
અને બાકીના અન્ય ખાતેદારને રૂૂા.30 લાખ ઉપાડી પોલીસ સ્ટેશન ખાતે આપી જવાનું કહ્યું હતું. બાદમાં ગાળો ભાંડી ફાડાકા મારી ખોટા ગુનામાં ફીટ કરી દેવા ધમકી આપી રૂૂ.60 લાખની સંપુર્ણ રકમ જતી કરવા અને અને ખોટો કેસ દાખલ નહિ કરવા રૂૂા.9 લાખની માંગણી કરી હતી. આ અંગે હિરેન દાવડાએ માર મારી રૂૂપિયા પડાવી લેનાર અને વધુ રૂૂપિયાની માંગણી કરનાર પોલીસ કર્મીઓ વિરુદ્ધ પ્રનગર પોલીસ મથકના પીઆઈને આપેલ લેખીત ફરીયાદ અન્વયે કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નહી અને આ તોડકાંડ અન્વયેના સમાચારો પણ મીડીયામાં પ્રસિધ્ધ થયા હતા. તે દસ્તાવેજી પુરાવો રજુ રાખી હીરેન દાવડાએ ગુજરાત હાઈકોર્ટમાં પોલીસ કમીશ્નર અને પોલીસ પ્રનગર પોલીસ મથકના પીઆઇ સહીતને જોડી રીટ પીટીશન દાખલ કરી હતી.
જે રીટ પીટીશન ચાલવા પર આવતા કરવામાં આવેલ રજુઆતો, રેકર્ડ પરની હકીકતો ધ્યાને લઇ ગુજરાત હાઈકોર્ટ દ્વારા પ્રનગર પોલીસ મથકના તત્કાલીન પીઆઇ ભાર્ગવ ઝણકાટને આગામી તા.28/04/2025 ના રોજ હાજર રહેવા નોટીસ ઈસ્યુ કરવામાં આવી છે.
આ કેસમાં અરજદાર હિરેન દાવડા વતી હાઈકોર્ટના એડવોકેટ પ્રતિક જસાણી, રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા, પાર્થ સંઘાણી, જસ્મીન દુધાગરા, જય પીઠવા, મદદમા યુવરાજ વેકરીયા, નીરવ દોંગા, પ્રીન્સ રામાણી, ભાવીન ખુંટ અને જયમલ મકવાણા રોકાયા હતા.
