ઓખા નજીક બાઇક સ્લીપ થઈ જતા આધેડનું મૃત્યુ

ઓખા મંડળના આરંભડા વિસ્તારમાં રહેતા અબ્બાસભાઈ દેવાભાઈ ઉર્ફે હારુનભાઈ બોલીમ નામના 54 વર્ષના આધેડ ગત તા. 19 માર્ચના રોજ પોતાના જી.જે. 37 એલ. 0041 પર…

ઓખા મંડળના આરંભડા વિસ્તારમાં રહેતા અબ્બાસભાઈ દેવાભાઈ ઉર્ફે હારુનભાઈ બોલીમ નામના 54 વર્ષના આધેડ ગત તા. 19 માર્ચના રોજ પોતાના જી.જે. 37 એલ. 0041 પર બેસીને ઓખામાં આર.કે. બંદર ખાતે લાકડા કાપવાની મજૂરી કામ કરવા માટે ગયા હતા. ત્યાર બાદ તેઓ આર.કે. બંદરથી આરંભડા તરફ મોટરસાયકલ લઈને પરત આવી રહ્યા હતા, ત્યારે ચેક પોસ્ટ પાસે પહોંચતા ઝાકળ હોવાના કારણે તેમનું મોટરસાયકલ સ્લીપ થઈ જવા પામ્યું હતું. જેના કારણે તેમને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પુત્ર હારુનભાઈ અબ્બાસભાઈ બોલીમ (ઉ.વ. 32) એ ઓખા મરીન પોલીસને કરી છે.

યુવાને ઝેરી દવા પી લેતા મૃત્યુ
ખંભાળિયામાં આવેલા એક ગેસ્ટ હાઉસમાં રોકાયેલા જામ રાવલના રહીશ કિશોરભાઈ રામભાઈ ગોરાણીયા (ઉ.વ. 48) એ ગઈકાલે ગુરુવારે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પુત્ર આશિષ કિશોરભાઈ ગોરાણીયા (ઉવ. 25) એ અહીંની પોલીસને કરી છે.

આંચકી ઉપાડતા યુવાનનું મૃત્યુ
મધ્યપ્રદેશ રાજ્યના બાળવાની જિલ્લાના પાટી તાલુકાના મૂળ રહીશ અને હાલ કલ્યાણપુર તાલુકાના ચપર ગામે રહેતા ભરતભાઈ બિનુ બારેલા નામના 30 વર્ષના શ્રમિક યુવાનને ગઈકાલે ગુરુવારે આંચકી ઉપડ્યા બાદ વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મંશારામ બિનુ બારેલાએ કલ્યાણપુર પોલીસને કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *