વીરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રે એક ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના બની હતી તેમાં અકસ્માતે બનેલી આ ઘટનામાં એક અજાણ્યા વ્યક્તિનું મોત થયું છે ત્યારે આ મામલે અજાણ્યા વ્યક્તિની શોધખોળ શરૂૂ કરવા અને તેમની બાળ મેળવવા માટે વીરપુર પોલીસ દ્વારા તપાસ શરૂૂ કરવામાં આવી છે. આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર કાગવડ પાટીયા નજીકના પુલ પાસે એક અજાણ્યા વ્યક્તિને કોઈ ઝડપી અને અજાણ્યા વાહને જોરદાર ટક્કર મારી હતી અને વાહન ચાલક અકસ્માત સર્જીને નાસી છૂટ્યો હતો. અકસ્માતમાં ગંભીર ઇજા થવાથી આ અજાણ્યા વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતની આ ઘટનામાં વીરપુર પોલીસે આ બનાવ અંગે મૃતદેહનો કબજો લીધો છે અને હાલ મૃતકની ઓળખ પ્રસ્થાપિત કરવાના પ્રયાસો હાથ ધર્યા છે. મૃતકની ઓળખના ચિહ્નો અને વિગતોમાં મૃતકના જમણા હાથ પર CR અને RS તથા ગીતા નામ ત્રોફાવેલું (ટેટૂ) છે ત્યારે આ મૃતદેહ હાલ વીરપુર સરકારી હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યો છે.
વીરપુર પોલીસ દ્વારા મૃતકની ઓળખ માટે આસપાસના વિસ્તારમાં તપાસ શરૂૂ કરવામાં આવી છે. વીરપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જી. ચૌહાણ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જો કોઈ પણ નાગરિકને આ અજાણ્યા મૃતક વ્યક્તિ અંગે કોઈ પણ માહિતી, વિગતો કે જાણકારી હોય તો તાત્કાલિક ધોરણે વીરપુર જલારામ પોલીસ સ્ટેશનના નંબર 6359629375 પર સંપર્ક કરવા વિનંતી કરી છે.અજાણ્યા વાહન દ્વારા મારવામાં આવેલ ઠોકર બાદ થયેલા અકસ્માત ની આ ઘટનામાં એક વ્યક્તિની મોત થયું છે જેથી વીરપુર પોલીસે જાહેર જનતાને સહકાર આપવા અપીલ કરી છે, જેથી મૃતકની ઓળખ થઈ શકે અને તેમના પરિવારજનો સુધી આ દુ:ખદ સમાચાર પહોંચાડી શકાય.
