ગોંડલ તાલુકાના ડૈયા ગામે પરિણીતા સાથે પ્રેમસંબંધ બાબતે યુવાનના કાકા પી.જી.વી.સી.એલ.ના ઇલેક્ટ્રીક આસિસ્ટન્ટને સમાધાન માટે બોલાવી તેના ઉપર બે સ્થળે હુમલો કરી માર માર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.મળતી વિગતો મુજબ ગોંડલ તાલુકાના ડૈયા ગામે રહેતા પી.જી.વી.સી.એલ. ખાતે ઇલેક્ટ્રીક આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતા ભરતભાઈ જાદવભાઈ છોટાળાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સિધ્ધરાજસિંહ ઉર્ફે કાનો વિક્રમભાઈ ડાભીનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ મોટાભાઈ દિનેશભાઈ જાદવભાઈ છોટાળાનો દીકરો યશ પંદરેક દિવસ અગાઉ મોટા ભાદરા ગામથી ઈશિતાબેન નામની પરિણીત સ્ત્રીને ભગાડી લઈ ગયેલ હોય અને જે બાબતે અમારે સમાધાનની વાતચીત ચાલતી હોય. જેથી ગઈ તારીખ 13/12/2025 ના રોજ બપોરના હું મારા ઘરે ડેયા ગામ ખાતે હતો ત્યારે ઈશિતાના ભાઈ મોટા ભાદરાના સિધ્ધરાજસિંહ ઉર્ફે કાનો વિક્રમભાઈ ડાભીનો ફોન આવેલ અને મને સમાધાનની વાતચીત કરવા સારું ત્રાકુટા ગામ વચ્ચે આવેલ છાપરવાડી ના પુલ ઉપર મળવા માટે બોલાવેલ હતા.
જેથી ભરતભાઈ ત્યાં જતા તેણે કહ્યું કે , તમારો ભત્રીજો યસ મારી બહેનને લઈ ગયેલ હોય જેથી ગામમાં અમારી આબરૂૂ જતી રહેલ છે તેમ કહી મને જણાવેલ કે, આપણે પુલ ઉપર ઉભા છીએ અને તમને ધક્કો મારી દઈશ એટલી વાર લાગશે. તેમ કહી તેને સમાધાનની વાતચીત વચ્ચે રહેલ જીતુભાઈ નટુભાઈ શિયાળને ફોન કરેલ અને તેની સાથે વાતચીત કરેલ અને તેમાં પણ સિધ્ધરાજે કહેલ કે, હું તથા ભરતભાઈ પુલ ઉપર ઊભા છીએ અને હું આ ભરતભાઈ ને પુલ ઉપર થી ધક્કો મારી દઈશ એટલી વાર લાગશે તેમ કહી ફોનમાં વાતચીત કરેલ હતી અને બાદમાં જીતુભાઈને ત્રાફુટા ગામે આવેલ ખેતલાઆપા હોટેલ જીતુભાઈ ને આવવાનું જણાવી અમો બંને પણ ત્યાં ગયેલ હતા અને અમે જતા હતા તે દરમિયાન આ સિધ્ધરાજે મને કહેલ કે, છોકરો ન મળે તો તેના પિતાને પણ લઈ જશું. બાદમાં બધા ખેતલા આપા હોટેલે પહોંચતા થોડીવારમાં ત્યાં જીતુભાઈ શિયાળ પણ આવી ગયેલ હતા અને હોટલે વાતચિત ચાલુ હતી તે દરમિયાન સિદ્ધરાજ બાથરૂૂમ જવાના બહાને ઉભો થયેલ હતો અને થોડીવારમાં હાથમાં ધોકો લઈને પાછો આવ્યો અને ભરતભાઈ ઉપર હુમલો કર્યો હતો.
