કુવાડવા રોડ પર પતિના હાથે માનસિક બીમાર પત્નીની હત્યા

ભકત કવિ નરસિંહ મહેતા ટાઉનશીપનો બનાવ, પત્ની સાથેની રોજેરોજની માથાકૂંટથી કંટાળી ગળેટૂંપો આપી જીવ લઇ લીધો મર્ડર કરી પતિ બી. ડિવિઝન પોલિસમાં હાજર થઇ કહ્યુંં,…

ભકત કવિ નરસિંહ મહેતા ટાઉનશીપનો બનાવ, પત્ની સાથેની રોજેરોજની માથાકૂંટથી કંટાળી ગળેટૂંપો આપી જીવ લઇ લીધો

મર્ડર કરી પતિ બી. ડિવિઝન પોલિસમાં હાજર થઇ કહ્યુંં, ‘સાહેબ, મેં મારી પત્નીને પતાવી દીધી છે !

રાજકોટ શહેરમા દિવસે ને દિવસે મારામારી ઘટનાઓ બનતી જાય છે તેમજ પોલીસ દ્વારા પેટ્રોલીંગમા નિષ્ક્રીયતા જણાતા ચોરીના બનાવો વધવા પામ્યા છે. ત્યારે રાજકોટ શહેરમા વધુ એક હત્યાની ઘટના સામે આવી છે . રાજકોટ શહેરના કુવાડવા રોડ પર આવેલા ભકત કવિ નરસિંહ મહેતા ટાઉનશીપમા રહેતા માનસીક બિમાર વૃધ્ધાને તેમના પતિએ જ ગળેટુપો આપી પતાવી દીધા હતા અને હત્યા કર્યા બાદ આરોપી પતિ પોલીસ સ્ટેશને પહોંચી કહયુ કે સાહેબ મેં મારી પત્નીને પતાવી દીધી છે. આ ઘટના અંગે બી ડીવીઝન પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવીલ હોસ્પીટલે પહોંચાડયો હતો અને આરોપી પતિની વિધીવત ધરપકડ કરી વધુ પુછપરછ શરુ કરી છે.

વધુ વિગતો મુજબ રાજકોટ શહેરનાં કુવાડવા રોડ પર ડી માર્ટની પાછળ આવેલા કવિ નરસિંહ મહેતા ટાઉનશીપમા ડી વીંગ છઠ્ઠા માળે 604 નંબરનાં ફલેટમા રહેતા મંજુલાબેન જયેન્દ્રભાઇ ધકાણ (સોની ) (ઉ.વ. 6પ ) નામનાં વૃધ્ધા આજે સવારે પોતાનાં ઘરે હતા . ત્યારે તેમનાં પતિ જયેન્દ્રભાઇ ધકાણે ઝઘડો કરી મંજુલાબેનને ગળેટુપો આપી હત્યા કરી હતી. આ ઘટના બાદ આરોપી પતિ જયેન્દ્રભાઇ ધકાણ બી ડીવીઝન પોલીસ મથકે પહોંચ્યા હતા અને ત્યા હાજર પોલીસ સ્ટાફને જણાવ્યુ કે સાહેબ મે મારી પત્નીની ગળેટુપો આપી હત્યા કરી છે . સૌ પ્રથમ જયેન્દ્રભાઇની વાત સાંભળી પોલીસ પણ આશ્ર્ચર્યમા પડી ગઇ હતી અને પોલીસ સ્ટાફે તુરંત જયેન્દ્રભાઇને સાથે રાખી તેમનાં ઘરે નરસિંહ મહેતા ટાઉનશીપમા પહોચી ફલેટમા તપાસ કરતા મંજુલાબેન ધકાણ નાકમાથી લોહી નીકળતી હાલતમા મૃત હાલતમા પડયા હતા.

આ ઘટના બાદ બી ડીવીઝન પોલીસ મથકનાં પીઆઇ એસ. એસ. રાણે અને રાઇટર સંદીપભાઇ અવાડીયા સહીતનો સ્ટાફ તુરંત બનાવ સ્થળે પહોંચી ગયો હતો અને આરોપી જયેન્દ્રભાઇને સાથે રાખી જરુરી કાગળો કર્યા હતા. ત્યારબાદ એમ્બ્યુલન્સ મારફતે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવીલ હોસ્પીટલે ખસેડવામા આવ્યો હતો. પોલીસ તપાસ દરમ્યાન જાણવા મળ્યુ હતુ કે મૃતક મંજુલાબેન છેલ્લા એકાદ વર્ષથી માનસીક બીમાર હતા. અને પાડોસીઓ સાથે અવાર નવાર માથાકુટ કરતા હતા . જેથી પાડોશીઓ અવાર નવાર પોલીસને બોલાવતા હતા.

 

પરંતુ ત્યારે મંજુલાબેન માનસીક રીતે બીમાર હોય જેથી પાડોશીઓ ફરીયાદ કરવાનુ ટાળતા હતા . મૃતકનાં પતિ જયેન્દ્રભાઇ રીક્ષા ચલાવી પરીવારનુ ગુજરાન ચલાવે છે. તેમજ તેઓને કોઇ સંતાન નથી . મંજુલાબેનની તબીયત બરાબર ન હોય જેથી પાડોશમા રહેતા મહીલા મંજુલાબેનનાં જમવાનુ આપી જતા હતા . તેમજ પતિ જયેન્દ્રભાઇ પણ ટાઉનશીપમા આવેલા મંદિર પાસે બેસી રહેતા હતા. આ ઘટના અંગે બી ડીવીઝન પોલીસનાં સ્ટાફ દ્વારા મૃતકનાં સબંધીની ફરીયાદ પરથી તેમનાં પતિ જયેન્દ્રભાઇ ધકાણ વિરુધ્ધ હત્યાનો ગુનો નોંધવા તજવીજ શરુ કરી છે.

 

દંપતી વચ્ચે અવાર નવાર ઝઘડો થતા પોલીસ બોલાવવી પડતી હતી
શહેરનાં કુવાડવા રોડ પર આવેલા ભકત કવિ નરસિંહ મહેતા ટાઉનશીપમા રહેતા મંજુલાબેનની તેમનાં પતિ જયેન્દ્રભાઇ ધકાણનાં હાથે હત્યા કરવામા આવી છે . ત્યારે સ્થાનીકોમાથી જાણવા મળ્યુ હતુ કે મંજુલાબેન માનસીક રીતે બીમાર હોય જેથી તેમનાં પતિને ઘરમા આવવા દેતા નહી અને અવાર નવાર પાડોશીઓ સાથે પણ માથાકુટ કરતા હતા અને અનેક વખત પોલીસને બોલાવતા ત્યારે સમાધાન થઇ જતુ હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *