ઉપલેટામાં મેડિકલ સ્ટોર સંચાલક સહિત પરિવારના ચાર સભ્યો સાથે રૂપિયા 15.26 લાખની છેતરપિંડી

ઉપલેટાના મેડીકલ સ્ટોર સંચાલક વેપારી તથા તેમના પરિવારના સભ્યોને બેંકમાં ફિક્સ ડિપોઝિટ કરતાં પણ વધુ વળતર આપવાની લાલચ આપીને સાઢુભાઇએ રૂૂ. 15.26 લાખની વિશ્વાસઘાત અને…

ઉપલેટાના મેડીકલ સ્ટોર સંચાલક વેપારી તથા તેમના પરિવારના સભ્યોને બેંકમાં ફિક્સ ડિપોઝિટ કરતાં પણ વધુ વળતર આપવાની લાલચ આપીને સાઢુભાઇએ રૂૂ. 15.26 લાખની વિશ્વાસઘાત અને ઠગાઈ આચરવામાં આવી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે ઉપલેટા પોલીસ મથકમાં અમદાવાદ રહેતા તેના સાઢુભાઇ સામે કાયદેસરની ફરિયાદ નોંધાવી છે.

મળતી વિગતો અનુસાર, ઉપલેટાની જવાહર સોસાયટીમાં રહેતા અને રાજમાર્ગ પર મેડિકલ સ્ટોર ચલાવતા વેપારી ઉમેશભાઈ રામચંદભાઈ બુટાણી (ઉં.વ. 49) એ અમદાવાદના રહેવાસી સાઢુભાઇ રાજેશભાઈ મોહનદાસ દેવાણી સામે ઠગાઈની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ફેબ્રુઆરી 2024માં સાઢુભાઇ રાજેશભાઈ દેવાણી ફરિયાદી ઉમેશભાઈના ઘરે આવ્યા હતા અને પોતાના ધંધામાં નાણાંની જરૂૂરિયાત હોવાનું જણાવી બેંકની એફ.ડી. કરતાં પણ સારું વળતર આપવાની વાત કરી હતી. સગા-સંબંધી મારફતે ઓળખાણ હોવાથી ઉમેશભાઈએ વિશ્વાસ મૂકીને રૂૂ. 5,00,000 એક વર્ષની મુદતે હાથઉછીના આપ્યા હતા. ત્યારબાદ વધુ વળતરની લાલચમાં આવીને ઉમેશભાઈના પુત્ર રિધમે રૂૂ. 4,00,000, પિતરાઈ ભાઈ સચિન બુટાણીએ રૂૂ. 5,00,000 અને સાગર બુટાણીએ રૂૂ. 1,26,000 એમ મળીને કુલ રૂૂ. 15,26,000 એક વર્ષની શરતે રાજેશભાઈને સોંપ્યા હતા.

એક વર્ષનો સમયગાળો પૂર્ણ થઈ ગયા બાદ નાણાં પરત મેળવવા ફરિયાદીએ આરોપીનો સંપર્ક કર્યો હતો. આરોપી રાજેશભાઈ શરૂૂઆતમાં વાયદાઓ કર્યા બાદ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું અને નાણાં પરત આપ્યા નહોતા. શરૂૂઆતમાં પરિવાર દ્વારા સામાજિક સ્તરે મેળે-મેળે સમાધાનના પ્રયાસો હાથ ધરાયા હતા, પરંતુ નાણાં પરત ન મળતાં અંતે આ અંગે ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતાં પોલીસે આઈ.પી.સી. કલમ 420 હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *