ચાંદી દાણચોરી પ્રકરણમાં નામ જાહેર ન થતા અનેક તર્ક-વિતર્ક

રાજકોટ સ્ટેટ જીએસટી પાસે હાલ તમામ ચાંદીની દાણચોરી થઈ હોવાની તપાસ સોંપવામાં આવી છે. હાલની તપાસમાં એ વાતનો ખુલાસો થયો છે કે ઉત્તર પ્રદેશના પાંચ…

રાજકોટ સ્ટેટ જીએસટી પાસે હાલ તમામ ચાંદીની દાણચોરી થઈ હોવાની તપાસ સોંપવામાં આવી છે. હાલની તપાસમાં એ વાતનો ખુલાસો થયો છે કે ઉત્તર પ્રદેશના પાંચ વેપારીઓએ ચાંદીનો જથ્થો મોકલ્યો હતો. ત્યારે સૂત્રો દ્વારા આજે વિગતો મળી રહી છે તેને ધ્યાને લેવામાં આવે તો ઉત્તર પ્રદેશ જીએસટીને તમામ વિગતો રાજકોટ સ્ટેટ જીએસટી પૂરી પાડશે. એટલું જ નહીં રાજકોટના સ્થાનિક વેપારીઓની પૂછપરછ પણ સ્ટેટ જીએસટી દ્વારા શરૂૂ કરવામાં આવી છે. આશ્ચર્યની વાત તો એ છે કે હજુ સ્ટેટ જીએસટી દ્વારા કોઈ વેપારીના નામ જાહેર કરવામાં આવ્યા નથી જે અંગે અનેકવિધ સવાલો ઉઠી રહ્યા છે. જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ આ કિસ્સામાં રાજકીય પ્રેશર શરૂૂ થઈ ગયું હોય તેવું જણાઈ રહ્યું છે.

રાજકોટ નજીક આવેલા ઇન્ટરનેશનલ હીરાસર એરપોર્ટ પરથી શંકાસ્પદ ચાંદીનો મોટો જથ્થો ઝડપાયો હતો. આ ચકચારી મામલામાં હવે તપાસ એજન્સીઓને મોટી સફળતા મળી છે. સ્ટેટ જીએસટી વિભાગની ઊંડી તપાસમાં આ ગેરકાયદે નેટવર્ક સાથે જોડાયેલા અનેક મહત્વના ખુલાસા સામે આવ્યા છે. ટેક્સ ચોરીના ઈરાદાથી આ આખો ખેલ ખેલાયો હોવાની આશંકા મજબૂત બની છે.

રાજ્ય વેરા વિભાગની સઘન તપાસ દરમિયાન માલ મોકલનારા વેપારીઓની કડી મળી ગઈ છે. આ કિંમતી ચાંદીનો જથ્થો ઉત્તર પ્રદેશના 5 જેટલા વેપારીઓએ મોકલ્યો હતો. મળતી માહિતી મુજબ, આ પાર્સલ રાજકોટના 9 જેટલા સ્થાનિક વેપારીઓ મેળવવાના હતા. આંતરરાજ્ય કનેક્શન સામે આવ્યા પછી હવે તપાસનો વ્યાપ અન્ય રાજ્યો સુધી લંબાવવામાં આવી રહ્યો છે. સ્થાનિક બજારમાં આટલી મોટી માત્રામાં માલ ઉતારવા પાછળ મોટા આર્થિક ષડયંત્રની શક્યતાઓ પ્રબળ બની રહી છે.

ગુજરાત જીએસટી વિભાગ હવે આ મામલે કડક કાયદાકીય કદમ ઉઠાવી રહ્યું છે. માલ મોકલનારા તમામ શંકાસ્પદ વેપારીઓની સંપૂર્ણ વિગતો આગામી સમયમાં ઉત્તર પ્રદેશ જીએસટી વિભાગને સુપ્રત કરવામાં આવશે. આ માલ સત્તાવાર ચેનલથી મોકલાયો છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે. હાલ વેપારીઓ પાસે જીએસટી (ૠજઝ) સહિતના જરૂૂરી સત્તાવાર બિલ ઉપલબ્ધ છે કે નહીં તે દિશામાં પણ ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. પકડાયેલા આ કિંમતી પાર્સલ પર રાજકોટના જે સ્થાનિક વેપારીઓના નામ લખેલા છે, તેમની મુશ્કેલીઓ પણ વધી ગઈ છે. ટેક્સ અધિકારીઓ આ તમામ શંકાસ્પદ વેપારીઓની રૂૂબરૂૂ બોલાવીને આકરી પૂછપરછ કરી રહ્યા છે. પાર્સલ પર જેમના નામ દર્શાવેલા છે, ખરેખર તે જ વેપારીઓએ આ કિંમતી જથ્થો મંગાવ્યો છે, કે પછી તેમના નામે કોઈ અન્ય વ્યક્તિ આ કારોબાર ચલાવતી હતી, તે દિશામાં પણ ઊંડી તપાસ કરવામાં આવી રહી છે. આ સમગ્ર ઓપરેશન દરમિયાન સ્ટેટ જીએસટી વિભાગે મોટી સફળતા મેળવી છે.

અધિકારીઓએ એરપોર્ટ પરથી કુલ 181 કિલો જેટલો તોતિંગ શંકાસ્પદ ચાંદીનો જથ્થો સત્તાવાર રીતે જપ્ત કર્યો છે. યોગ્ય દસ્તાવેજો રજૂ ન થાય ત્યાં સુધી આ માલ મુક્ત કરવામાં આવશે નહીં. આટલો મોટો જથ્થો પકડાતા જ સોના-ચાંદીના સ્થાનિક બજારના વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. અગાઉ જે પણ સર્ચ ઓપરેશન સેન્ટ્રલ એજન્સીઓ દ્વારા હાથ ધરવામાં આવ્યો હોય અને તપાસ શરૂૂ થઈ જાય તો જે તે પેઢીના નામોનો ઉલ્લેખ પણ કરી દેવામાં આવતો હોય છે પરંતુ આ વખતે વેપારીઓની તપાસ શરૂૂ કરી દેવામાં આવી છતાં પણ જે નામોનો ઉલ્લેખ થવો જોઈએ તે થયો નથી જે અંગે ઘણા ખરા સવાલો ઊભા થઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *