વર્ષોથી પીડામાં કણસતી માણિકીનો વનતારામાં ઇલાજ

48 વર્ષથી ચાલતી હાથણી માણિકીની ચાલનું દરેક પગલું હવે મુશ્કેલ બન્યું હતું. કારણ, માણિકીના આગળના ડાબા પગમાં લાંબા સમયથી થયેલી ખોડખાપણના લીધે તેના પ્રચલનને અસર…

48 વર્ષથી ચાલતી હાથણી માણિકીની ચાલનું દરેક પગલું હવે મુશ્કેલ બન્યું હતું. કારણ, માણિકીના આગળના ડાબા પગમાં લાંબા સમયથી થયેલી ખોડખાપણના લીધે તેના પ્રચલનને અસર થવા લાગી હતી. બીજીતરફ વધતી વયે આરોગ્યની સમસ્યાઓ, ઘામાં લાગેલો ચેપ, એક આંખમાં નબળી દ્રષ્ટિ, ડિહાઇડ્રેશન અને શરીરની નબળાઈની સ્થિતિએ તેની પીડા અસહ્ય કરી દીધી છે. પરંતુ હવે એ જ માણિકી સારવાર માટે વનતારા આવી છે. માણિકીને સારવાર માટે લઈ જવાતી હતી ત્યારે આસામના હાઇવે ઉપર પીડાદાયક રીતે લંગડાતી સ્થિતિમાં તેનો એક વીડિયો વાઈરલ થયો. આ પછી તેની સ્થિતિ લોકોના ધ્યાન પર આવી હતી.

માણિકીને લાંબો સમય હોસ્પિટલ-આધારિત સારવારની જરૂૂર હોવાનું સ્વીકારતા, તેની માલિક રુચિ ચેતિયાએ સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કરાયેલી પીડિત વન્ય જીવોના બચાવ અને સંભાળ રાખતી સમિતિને પત્ર લખીને વિનંતી કરી કે માણિકીને અદ્યતન સારવાર અને લાંબાગાળાની સંભાળ માટે વનતારામાં સ્થળાંતરિત કરવામાં આવે. આ સમિતિ ઉપરાંત આસામ અને ગુજરાત સરકારની જરૂૂરી મંજૂરીઓ સાથે હવે માણિકીને સુરક્ષિત રીતે વનતારા- જામનગર પહોંચાડી દેવાઈ છે.

વનતારામાં માણિકીને અદ્યતન હોસ્પિટલની સંભાળ, સતત સારવાર અને તેના આરામ અને સુવિઘા સમાન કાયમી ઘર મળશે. વનતારાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે માણિકીનો હેલ્થ રિપોર્ટ દર્શાવે છે કે તેને સુરક્ષિત અને વિશિષ્ટ સંભાળના વાતાવરણમાં સર્વગ્રાહી પશુચિકિત્સા કાળજીની જરૂૂર છે. તેની નબળી ચાલ, લંગડાપણું, ડિહાઈડ્રેશન, નબળી શારીરિક સ્થિતિ, ઘામાં લાગેલો ચેપ અને અન્ય આરોગ્યલક્ષી સમસ્યાઓ એક સંરચિત લાંબાગાળાની સારવારની માગ કરે છે.

અમારી તાકીદની પ્રાથમિકતાઓમાં દવા, હાઇડ્રોથેરાપી અને એક્યુપંક્ચર દ્વારા પીડા ઘટાડવી, ઘાની સંભાળ અને ફરીથી તેને પોષણ પ્રાપ્ત થાય તે સામેલ છે. આ બધું તેની સુખાકારી અને કરી સાજા થયાની જરૂૂરિયાતો દૂદ્વ્રારા સંચાલિત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *