શહેરના નવા 150 ફૂટ રીંગ રોડ પર પ્રેમવાટીકા પાર્ટી પ્લોટમાં લાઇટના ડેકોરેશનના ધંધાર્થીએ રાખેલો અઢી લાખનો ડેકોરેશનનો સામાન અહીંથી કોઈ ચોરી કરી ગયા અંગે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી મંડપ સર્વિસના ધંધાર્થીને ઝડપી લઇ તમામ મુદ્દામાલ કબજે કર્યો હતો.વધુ વિગતો મુજબ,રાધે શ્યામ ગૌશાળા પાસે 80 ફુટ રોડ પર વાવડીમાં સુરભી એપાર્ટમેન્ટ લોક બી- 503 માં રહેતા વિપુલભાઈ જીવરાજભાઈ પેઢડીયા (ઉ.વ 32) દ્વારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ પ્રમુખ લાઈટ ડેકોરેશન નામે ડેકોરેશનનો વ્યવસાય કરે છે. તેમણે નવા 150 ફૂટ રીંગ રોડ પર આવેલ પ્રેમવાટીકા પાર્ટી પ્લોટ જે કમલેશભાઈ ભૂતનું હોય તેમાં છેલ્લા એક વર્ષથી લાઈટ ડેકોરેશનનું કામ તેમને ચાલતું હતું ત્યાં લાઈટ ડેકોરેશનનો સામાન રાખ્યો હતો.
વરસાદ હોવાથી તેઓ અહીં પ્રેમ વાટીકા પાર્ટી પ્લોટમાં રાખેલ લાઈટનો સામાન ચેક કરવા માટે ગઈ તા. 18/6/2025 ના બપોરના સમયે ગયા હતા. ત્યારે માલુમ પડયું હતું અહીંથી કુલ રૂૂપિયા 2.50 લાખનો લાઇટ ડેકોરેશનનો સામાન ચોરી થઈ ગયો હોવાનું માલુમ પડ્યું હતું. જેથી તેમણે આ અંગે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.બનાવને લઇ યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ એચ.એન.પટેલની રાહબરી હેઠળ પીએસઆઇ વી.જી.ડોડીયા તથા તેમની ટીમે તપાસ શરૂૂ કરી હતી. દરમિયાન હેડ કોન્સ. પ્રતાપસિંહ મોયા, વિરદેવસિંહ જાડેજા અને કોન્સ. વનરાજભાઇ લાવડીયાને મળેલી બાતમીના આધારે પુષ્કરધામ મેઇન રોડ મંદિર પાસેથી હરેશ દામજીભાઇ ગઢીયા(રહે. હાલ ભવનાથપાર્ક-1 શેરી નં.7 હરીધવા મેઇન રોડ,રાજકોટ મૂળ ખોડાપીપર તા. પડધરી) ને ઝડપી લઇ ચોરીના આ બનવાનો ભેદ ઉકેલી નાંખ્યો હતો.
પોલીસે જણાવ્યું હતું કે,આરોપી હરેશ મંડપ સર્વિસનો ધંધાર્થી છે તેને હાલ ચોરી થઇ તે પ્રેમવાટીકા પાર્ટી પ્લોટમાં કામ ચાલતું હતું.દરમિયાન તેણે તક મળતા અહીં આ સમાનની ચોરી કરી લોધિકામાં આવેલા તેના ગોડાઉને રાખી દીધો હતો. પોલીસે રૂૂ.2.50 લાખની કિંમતનો આ સમાન કબજે કર્યો હતો. આરોપી પર દેણુ થઇ ગઇ હોય તેણે સાળી પાસેથી પણ દોઢ લાખ જેટલી રકમ ઉછીની લીધી હોય તે પરત કરવાની હોવાથી ચોરી કરી હોવાનું રટણ કર્યું હતું.આ કામગીરમાં એએસઆઇ જગમાલભાઇ ખટાણા, હેડ કોન્સ. મહિલપાલસિંહ જાડેજા, વિજુભા જાડેજા, જીજ્ઞેશભાઇ મારૂૂ, ગોપાલસિંહ જાડેજા, કોન્સ. દિવ્યરાજસિંહ જાડેજા અને મૈસુરભાઇ કુંભારવાડીયા સાથે રહ્યા હતાં.
