જેતપુરનાં આરબટીંબડી ગામે કુખ્યાત બુટલેગરની વાડીમા જેતપુર પોલીસે દરોડો પાડીને દેશી અને વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો ખેતરમા જમીનની અંદર ખાડો કરીને સંતાડેલ 460 બોટલ દારૂ અને નદીનાં કાઠેથી દેશી દારૂની ભઠ્ઠી સહીત રૂ. 4.11 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.
મળતી વિગતો મુજબ જેતપુરમા આરબટીંબડી ગામે રહેતા ધર્મેશ ઉર્ફે ધમો બાવનજી મકવાણાની વાડીમા દારૂનો જથ્થો અને દેશી દારૂની ભઠ્ઠી હોવાની બાતમીનાં આધારે જેતપુરનાં પીઆઇ એ. એમ. હેરમા અને તેમની ટીમે દરોડો પાડયો હતો. ધર્મેશનાં વાડીનાં અંદર જમીનમા ખાડો કરી છુપાવેલ 2.51 લાખની કિંમતની 460 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. તેમજ તેનાં મકાનની બાજુમા નદીનાં કાઠે ધર્મેશે દેશી દારૂની ભઠ્ઠી શરૂ કરી હોય જયાથી પોલીસે 20 હજારની કિંમતનો દેશી દારૂ તથા 1.32 લાખની કિંમતનો 5300 લીટર આથો સહીત 4.11 લાખનો મુદામાલ કબજે કર્યો હતો આ દરોડામા ધર્મેશ મકવાણા ફરાર થઇ ગયો હતો.
જેતપુર તાલુકા પોલીસ મથકનાં પીઆઇ એ. એમ. હેરમા સાથે પીએસઆઇ બી. ડી. ઝાલા, ભુરાભાઇ માલીવાડ, વિપુલભાઇ મારૂ, અજીતભાઇ ગંભીર, મનેશભાઇ જોગરાદીયા, મનસુખભાઇ રંગપરા, ભરતભાઇ સુવા, પ્રધુમનસિંહ વાઘેલા, હાર્દિકસિંહ ચુડાસમા અને દિપકભાઇ રાઠોડએ કામગીરી કરી હતી.
