વાંકાનેરના પીએસઆઇને કાર સાથે ઢસડનારા શખ્સે ઓળખ છૂપાવવા મુંડન કરાવ્યું છતાં ઝડપાયો

વાંકાનેર પોલીસના પીએસઆઇ સહિતની ટીમ ચેકિંગમાં હતી ત્યારે કારને અટકાવતા કાર ચાલકે કાચ બંધ કરીને પીએસઆઇને ઢસડ્યા હતા. આ ગુનામાં નાસતા સુરેન્દ્રનગરના આરોપીને સિટી એ…

વાંકાનેર પોલીસના પીએસઆઇ સહિતની ટીમ ચેકિંગમાં હતી ત્યારે કારને અટકાવતા કાર ચાલકે કાચ બંધ કરીને પીએસઆઇને ઢસડ્યા હતા. આ ગુનામાં નાસતા સુરેન્દ્રનગરના આરોપીને સિટી એ ડિવિઝન પોલીસની ટીમે સુરેન્દ્રનગરના રામનગરમાંથી પકડી લીધો હતો. કોઇ ઓળખી ન શકે તે માટે આરોપીએ માથે મુંડન કરાવ્યું હતું છતાં ઝડપાઈ ગયો હતો. વાંકાનેર પોલીસના પીએસઆઇ એ.ડી.મેવાડા તા.2 ફેબ્રુઆરીના દિવસે વાંકાનેરના જીનપરા જકાતનાકા પાસે વાહનો ચેકિંગ કરી રહ્યા હતા.

સુરેન્દ્રનગરના સુનીલ ઝવેરભાઇ ઉનેચા, નયન ગોપાલભાઇ જખવાડીયા અને મયંક લાલાભાઇ વાલણી કાર લઇને પસાર થતા પોલીસે તેમની કારને અટકાવી હતી. પીએસઆઇ મેવાડા કારના બારણાથી અંદર કોણ છે તે તપાસ કરી રહ્યા હતા ત્યારે આરોપીઓએ કાચ બંધ કરી દેતા પીએસઆઇનું માથુ ગાડીમાં અને શરીર બહાર રહી ગયું હતું. આરોપી મયંક ભાગીને સુરેન્દ્રનગર આવી ગયો હતો. પોલીસ તેને ઓળખે નહીં તે માટે તેણે માથે મુંડન કરાવી લીધું હતું. પરંતુ લોકલ માણસ હોય મુંડન કરાવ્યું હોવા છતાં પોલીસે તેને ઓળખી લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *