સ્કૂલે ગયેલી ધોરણ 10ની છાત્રા ગુમ થયા બાદ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે અમદાવાદથી શોધી કાઢી
શહેરના માલવિયાનગર પોલીસ મથક વિસ્તારમાં રહેતી ધોરણ 10માં અભ્યાસ કરતી 15 વર્ષની સગીરાનું વેલેન્ટાઇનના દિવસે અપહરણ કરનાર આરોપીને એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટે અમદાવાદથી ઝડપી તપાસ કરતા સગીરા સાથે દુષ્કર્મ આચર્યાનું ખૂલતા પોકસો અને દુષ્કર્મની કલમનો ઉમેરો કરવમાં આવ્યો છે.
માલવિયાનગર પોલીસ મથક વિસ્તારમાંથી 15 વર્ષની સગીરા વેલેન્ટાઇન ડેના શાળાએ ગયા બાદ ઘરે પરત ફરી ન હતી. પરિવારજનોએ શોધખોળ કર્યા પછી પણ પતો ન લાગતા પોલીસને જાણ કરી અપહરણનો ગુનો દાખલ કર્યો હતો. દરમ્યાન એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટ દ્વારા તપાસ કરવામાં આવતા સગીરા અમદાવાદ હોવાની માહિતી મળી હતી જેના આધારે સગીરા અપહરણ કરનાર પ્રતિક મકવાણા (ઉ.વ.19) સાથે મળી આવી હતી .ત્યારે પ્રતિકની ધરપકડ કરી માલવિયાનગર પોલીસને સોંપ્યો હતો. તેની પૂછપરછમાં તરૂૂણી સાથે ઇન્સ્ટાગ્રામ મારફતે પરિચય થયા બાદ બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હોવાનું સામે આવ્યુ હતું. જે પછી વેલેન્ટાઇનના દિવસે આરોપી તરૂૂણીનું સ્કુલ પાસેથી અપહરણ કરી અમદાવાદ લઇ ગયો હતો. જયાં એક રૂૂમ ભાડે રાખી બંને સાથે રહેતા હતા. તપાસમાં આરોપીએ તરૂૂણી પર દુષ્કર્મ આચાર્યાનું ખૂલતા પોકસો અને દુષ્કર્મની કલમનો ઉમેરો કર્યા હતો.
પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા,ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા,એસીપી ભરત બી.બસિયાની સુચનાથી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પી.આઈ ભાર્ગવસિંહ એમ. ઝણકાટ, બી.વી. ચુડાસમા, અજયકુમાર શુકલા, જીજ્ઞેશભાઇ મારૂૂ, હરસુખભાઇ વાછાણી, હસમુખભાઇ બાલઘા, મહેશ ગણેશપ્રસાદ, મહિલા લોકરક્ષક જયોતિબેન બાબરીયા, સુર્યકાંતભાઇ સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.
