લીમડા ચોકમાં ઓફિસમાં નોકરીએ રાખી યુવતી ઉપર શખ્સનું દુષ્કર્મ

યુવતીએ પ્રતિકાર કરતાં માતા-પિતાને મારી નાંખવાની ધમકી આપી ઢીકાપાટુનો માર માર્યો : ભાવનગરના શખ્સ વિરૂધ્ધ ફરિયાદ શહેરના લીમડા ચોકમાં આવેલી ઓફિસમાં યુવતીને નોકરીએ રાખી ભાવનગરના…

યુવતીએ પ્રતિકાર કરતાં માતા-પિતાને મારી નાંખવાની ધમકી આપી ઢીકાપાટુનો માર માર્યો : ભાવનગરના શખ્સ વિરૂધ્ધ ફરિયાદ

શહેરના લીમડા ચોકમાં આવેલી ઓફિસમાં યુવતીને નોકરીએ રાખી ભાવનગરના શખ્સે અવારનવાર દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. આરોપીએ 22 વર્ષિય યુવતીને નોકરી ઉપર રાખી તેની ઉપર દુષ્કર્મ ગુજાર્યુ હતું. જો કે યુવતીએ પ્રતિકાર કરતાં આરોપીએ તેના માતા-પિતાને મારી નાખવાની ધમકી આપી ઢીકાપાટુનો માર પણ માર્યો હતો. આ અંગે પ્ર.નગર પોલીસે ભાવનગરના શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ, શહેરમાં રહેતી 22 વર્ષિય યુવતીએ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ભાવનગરમાં યોગીનગર વિસ્તારમાં રહેતાં ગોપાલ રમણીકભાઈ ચાવડા (ઉ.42)નું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપીને રાજકોટમાં લીમડા ચોકમાં આવેલા એપાર્ટમેન્ટમાં જાનવી મેનેજમેન્ટ પ્રા.લી.નામની ઓફિસ આવેલી હોય જેમાં ફરિયાદી યુવતીને આરોપીએ નોકરીએ રાખી હતી. બાદમાં યુવતી ઉપર દુષ્કર્મ ગુજાર્યુ હતું. તે સમયે યુવતીએ શરીરિ સંબંધ બાંધવાનો ઈન્કાર કરતાં આરોપીએ તેના માતા પિતાને મારી નાખવાની ધમકી આપી ઢીકાપાટુનો માર પણ માર્યો હતો. ત્યારબાદ અવારનવાર આરોપીએ યુવતી ઉપર દુષ્કર્મ ગુજાર્યુ હતું. અંતે યુવતીએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પ્ર.નગર પીએસઆઈ પી.એસ.ગજેરા સહિતના સ્ટાફે ભાવનગર શખ્સ વિરૂધ્ધ દુષ્કર્મનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *