રૈયાધારે સ્લમ કવાર્ટરમાં રહેતા અને ગંગોત્રીપાર્ક મેઇન રોડ પર કેબીન ધરાવતા બાલજીભાઇ ડોડાં (ઉ.વ.39)એ યુનિવર્સિટી પોલીસમાં પોતાની કેબીનમાંથી 23 હજારની ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનામાં યુનિ.રોડ પોલીસ મથકના પીઆઇ એચ.એન.પટેલની રાહબરીમાં ડિસ્ટાફ પીએસઆઇ વી.જી.ડોડીયા, જીજ્ઞેશભાઇ મારૂ, મૈસુરભાઇ કુંભારવાડીયા અને દિવ્યરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે બાતમીને આધારે કેબીનમાં થયેલી ચોરીમાં સંડોવાયેલો ધનરાજ ઉર્ફે કેવલ માધવજીભાઇ સવાસડીયા રહે. ગાંધીગ્રામ અંજલીપાર્ક શેરી 2, સત્યનારાયણ મેઇન રોડ ને રૈયાગામથી મેલડીમાના મંદિર જતા કાચા રસ્તા ઉપર બાઇક સાથે ઝડપી લઇ તેની પાસેથી રોકડ રૂા.14,500 એક મોબાઇલ અને બાઇક સહિત રૂા.69 હજારનો મુદામાલ કબજે કર્યો છે.
