ટંકારામાં કંપનીમાં કામ કરતો યુવાન અકસ્માતે ચોથા માળેથી નીચે પટકાયો હતો. યુવાનને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડાયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ટંકારામાં આવેલી સ્લોગન કંપનીમાં કામ કરતો રાહુલ રમેશભાઇ રાજભર નામનો 27 વર્ષનો યુવાન રાત્રીના એકાદ વાગ્યના અરસામાં કંપનીમાં ચોથા માળેથી અકસ્માતે નીચે પટકાયો હતો. યુવાનને ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પ્રાથમિક તપાસમાં મુળ યુપીનો વતની છે અને બે બહેનોનો એકનો એક ભાઇ છે.. અને અપરિણીત છે બે મહિનાથી અહીયા કામ પર આવ્યો છે. બીજા બનાવમાં જસદણમાં રહેતો વિપુલ સરવણભાઇ રાઠોડ (ઉ.વ.25) આઇસર લઇને વાંકાનેરના મહિકા ગામ પાસેથી પસાર થઇ રહ્યો હતો. ત્યારે વાંકાનેર મહિલા પાસે ટ્રક અને આઇસર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં વિપુલ રાઠોડને ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
