સર્વે નં. 1238ની જમીનમાં આવેલ સિમેન્ટના શેડ વાળુ પાકુ બાંધકામ તોડી પડાયું
તા 28 માર્ચ કોટડાસાંગાણી માં ગેરકાયદેસર સરકારી ખરાબાની જમીન ઉપર ગુલાબ ભાઈ રહેમાન ભાઈ મકવાણાએ દબાણ કરવામાં આવેલ સવે નં, 1238 ની જમીનમાં આવેલ સિમેન્ટના શેડ વાળું પાકું બાધકામનુ દબાણ આશરે 1200 ચો,મી દુર કરી જમીન ખુલ્લી કરવામાં આવેલ જે જમીનની બજાર કિંમત અંદાજે 1,20 કરોડ જેવી થાય છે.
કલેકટર પ્રભવ જોષીના આદેશાનુસાર તથા આસી.કલેકટર, રાજ્કોટ શહેર-2 મહેક જૈન ના માર્ગદર્શન હેઠળ આજરોજ મામલતદાર કોટડાસાંગાણી ગુમાનસિંહ જાડેજા તથા પોલીસ ઇન્સ્પેકટર આર.એમ.રાઠોડ, પોલીસ સબ ઇન્સ્પેકટર કે વી પરમાર, નાયબ મામલતદાર દબાણ હિતેન્દ્રસિંહ ચુડાસમા , સર્કલ ઓફીસર સંજયભાઈ રૈયાણી, રેવન્યુ તલાટી દીપભાઈ આહ્યા તથા અન્ય પોલીસ સ્ટાફ દ્વારા આજ રોજ સરકારના 100 કલાકના અસામાજિક ગુંડા તત્વો સામેની ઝુંબેશના ભાગરૂૂપે કોટડાસાંગાણી તાલુકાના કોટડાસાંગાણી ગામે સરકારી ખરાબાના સર્વે નં.1238 ની જમીનમાં આવેલ સિમેન્ટના શેડ વાળું પાકું બાંધકામનું દબાણ આશરે 1200 ચો.મી.દૂર કરી જમીન ખુલ્લી કરવામાં આવી. જેની બજાર કિંમત અંદાજે 1.20 કરોડ જેટલી થાય છે.
