દ્વારકા પોલીસે ગુનો નોંધી આરોપીને સકંજામાં લેવા તજવીજ
દ્વારકામાં રહેતી એક યુવતીના ઘરે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે રહેતી તેણીની બહેન પોતાના વતનથી આંટો મારવા આવી હતી. ત્યારે તેણીને ઘણા સમયથી મોબાઈલ પર ફોન કરતો રૂૂપેણ બંદર વિસ્તારમાં રહેતો સબીર ઈસ્માઈલ ભેસલીયા નામના શખ્સ દ્વારા મોબાઈલ ફોન તથા રૂૂબરૂૂમાં પરેશાન કરતા આ વચ્ચે શનિવાર તારીખ 8 ના રોજ બપોરના સમયે તેમજ સાંજના સમયે આરોપી સબીર દ્વારા અહીં આવેલી યુવતીને ફોન કર્યો હતો. જેથી તેની બહેન પાસેથી ફોન લઈને હસીનાબેને વાત કરી, તેણીને ફોન નહીં કરવાનો કહ્યું હતું.
આ બાબતે થયેલા ઝઘડા વચ્ચે યુવતીએ આરોપી સાથે કોઈપણ સંબંધ રાખવો નથી તેમ સ્પષ્ટ શબ્દોમાં ના કહી દેતા મોડી રાત્રીના આશરે સાડા દસેક વાગ્યાના સમયે ફરિયાદી યુવતીના ઘરે આરોપી સબીર આવ્યો હતો. અહીં આવેલા આરોપીએ તેણીના ઘરમાં પ્રવેશ કરી અને હસીનાબેનને કહેલ કે તારે મારી સાથે સંબંધ ન રાખવો હોય તો કાંઈ નહીં પરંતુ તેની બહેન સાથે પોતાનો સંબંધ કરાવી આપન- આમ કહીને તેની સાથે બળજબરી એને ઝપાઝપી કરી હતી. આ રીતે આરોપીએ બોલાચાલી કરી અને પોતાની પાસે રહેલી છરી કાઢી અને જાનથી મારી નાખવાના ઈરાદાથી હસીનાબેન પર છરી વડે હુમલો કરી, ઈજાઓ પહોંચાડી હતી.
અને જો હજુ ફરિયાદી હસીનાબેન તથા તેની બહેન તેની સાથે સંબંધ નહીં રાખે તો જાનથી મારી નાખવાની ધમકી પણ ઉચ્ચારી હોવાની ધોરણસર ફરિયાદ દ્વારકા પોલીસમાં નોંધવામાં આવી છે. જે અંગે પોલીસે આરોપી સબીર ભેસલીયા સામે બી.એન.એસ. તેમજ જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. ટી.ડી ચુડાસમા દ્વારા હાથ ધરવામાં આવી છે.
ભાણવડમાં જુગાર રમતા બે શખ્સો ઝડપાયા
ભાણવડના વેરાડ નાકા વિસ્તારમાંથી પોલીસે ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા લીયાકત ઉર્ફે લાખા મેરાલી સોરઠીયા (ઉ.વ. 58) અને રહીમ ઉર્ફે ટી.સી. સમસુદ્દીન ભાણવડિયા (ઉ.વ. 47) નામના બે શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી લઇ, જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.
