ધ્રાંગધ્રાના શખ્સે સગીરાનો નગ્ન વીડિયો કોલ રેકોર્ડ કરી દુષ્કર્મ આચર્યુ

સગીરા સ્કૂલે જતી ત્યારે પીછો કરતો, સોશિયલ મીડિયા પર વાતચીત કરવા દબાણ કર્યુ ધ્રાંગધ્રા શહેરમાં સગીરા સાથે દુષ્કર્મ અને બ્લેકમેલિંગ કરનાર શખ્સ સામે ગુનો નોંધાયો…

સગીરા સ્કૂલે જતી ત્યારે પીછો કરતો, સોશિયલ મીડિયા પર વાતચીત કરવા દબાણ કર્યુ

ધ્રાંગધ્રા શહેરમાં સગીરા સાથે દુષ્કર્મ અને બ્લેકમેલિંગ કરનાર શખ્સ સામે ગુનો નોંધાયો છે. એક યુવકે 16 વર્ષીય સગીરાનો પીછો કરી, તેના નગ્ન વીડિયો રેકોર્ડ કરી વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે રોમીલ બહાદુરભાઈ પઠાણ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

સગીર યુવતીઓને મોબાઇલ વાપરવા આપવાને લઈને ગભીર મુશ્કેલીઓ દીકરી અને પરીવાર મુકાય ગયાનો સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો ધ્રાંગધ્રામા બહાર આવ્યો. ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં રહેતી સમાજની 16 વર્ષીય સગીરા જ્યારે સ્કૂલે જતી હતી. ત્યારે યુવક રોમીલ બહાદુરભાઈ પઠાણ તેનો પીછો કરતો હતો. સગીરાએ આ અંગે તેની માતાને જાણ કરી હતી. જોકે યુવકે સગીરાના પરિવારને શાંતિથી રહેવા નહીં દેવાની ધમકી આપી હતી અને સગીરાને સોશિયલ મીડિયા પર વાતચીત કરવા દબાણ કર્યું હતું.

થોડા સમય સુધી વાતચીત કર્યા બાદ યુવકે સગીરાને તેના મોબાઈલ નંબર પર વીડિયો કોલ કર્યો હતો. આ કોલ દરમિયાન તેણે સગીરાને નગ્ન થવા માટે ધમકી આપી હતી અને તેના નગ્ન વીડિયો સ્ક્રીન રેકોર્ડ કરી લીધા હતા. આ વીડિયોનો ઉપયોગ કરીને 2 મહિનામાં બ્લેક મેઈલિંગ, છેડતી, બિભત્સ માંગણીના 3 બનાવ ધ્રાંગધ્રામાં સગીર યુવતીઓને ફસાવી પરેશાન કરવા ના બનાવ છેલ્લા બે મહિનામા ત્રણ જેટલા બનાવ બહાર આવ્યા છે. જેમાં એક બનાવમાં બ્લેકમેઈલ કરી પૈસા પડાવવાનો કેસ હતો. બીજા એક બનાવમાં બિભત્વ માંગણી કરાઈ હતી.

જ્યારે ત્રીજો બનાવ છોકરીને ભગાડી જવાનો હતો. આ કેસોમાં ત્રણેય આરોપી પકડાઈ ગયા. આરોપીએ સગીરાના નગ્ન વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. ત્યારબાદ તેણે સગીરાને પોતાના ઘરે બોલાવી દુષ્કર્મ આચર્યું હતું.

યુવક દ્વારા વારંવાર આ પ્રકારની માંગણીઓ કરવામાં આવતા સગીરા ખૂબ જ પરેશાન થઈ ગઈ હતી. આખરે સગીરાએ આ સમગ્ર ઘટનાની જાણ પોતાના પરિવારને કરી હતી. સગીરાની માતાએ તાત્કાલિક ધોરણે યુવક રોમીલ બહાદુરભાઈ પઠાણ વિરુદ્ધ ધ્રાંગધ્રા સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આગળની કાયદેસરની કાર્યવાહી શરૂૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *