જેતપુર પંથકમાં 5 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ ગુજારનાર નરાધમની ધરપકડ

જેતપુરમાં બાળકી સાથે શારીરિક અડપલા અને દુષ્કર્મ થયાની પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે. પાડોશમાં રહેતા 35 વર્ષના શખ્સે પાંચ વર્ષની બાળકી સાથે અમાનવીય કૃત્ય…

જેતપુરમાં બાળકી સાથે શારીરિક અડપલા અને દુષ્કર્મ થયાની પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે. પાડોશમાં રહેતા 35 વર્ષના શખ્સે પાંચ વર્ષની બાળકી સાથે અમાનવીય કૃત્ય આચર્યું હતું. જેને લઈ જેતપુર ઉદ્યોગનગર પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, જેતપુરમાં 5 વર્ષીય બાળકી પાડોશમાં રહેતા જીતુ ભોજાણીના ઘરે રમવા અને નાસ્તો કરવા માટે જતી હતી. જ્યારે બાળકી પાડોશમાં આરોપીના ઘરે ગઈ, ત્યારે આરોપીની માતા ઘરમાં ન હતી. આ એકલતાનો લાભ ઉઠાવી આરોપી જીતુએ બાળકીને વાતોમાં ભોળવી તેના કપડાં ઉતારી શારીરિક અડપલાં કર્યાં હતા અને દુષ્કર્મ આચર્યું હતું.

બનાવ બાદ બાળકી ઘરે પરત ફરી ત્યારે તેના હાવભાવ બદલાયેલા હતા. માતાએ પૂછપરછ કરતા બાળકીએ પોતાની સાથે બનેલી ઘટનાની જાણ કરી હતી. આ સાંભળીને પરિવારજનોએ તાત્કાલિક બાળકીને હોસ્પિટલ ખસેડી હતી અને ત્યારબાદ પોલીસનો સંપર્ક કર્યો હતો. ઘટનાની જાણ થતા જ જેતપુર ઉદ્યોગનગર પોલીસ સક્રિય બની હતી. પોલીસે આરોપી જીતુ ભોજાણીને ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અપરિણીત છે. પોલીસે આરોપી સામે દુષ્કર્મ અને પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
ઉુજઙ રોહિત ડોડીયાએ જણાવ્યું હતું કે બાળકી સાથે શારીરિક અડપલા કરી અને રેપ થયાની ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં આરોપી જીતુ દેવજી ભોજાણી કે જે પીડિતાના પાડોશમાં રહે છે.

અને અવારનવાર એમના ઘરે જતો અને પીડિતાને પણ રમવા બોલાવતો હોય છે. આરોપી શારીરિક અડપલા કરતો હોય, જેની જાણ પીડિતાની માતાને થઈ હતી. જે બાદ સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. પોલીસે કાયદેસરનો ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરવામાં આવી. જે બાદ કોર્ટમાં રજૂ કરાતા આરોપીના બે દિવસના રિમાંડ મંજૂર કરવામાં આવ્યા છે.

પોલીસ આ કેસમાં વધુ પુરાવા એકત્રિત કરી રહી છે. જેથી આરોપીને કડકમાં કડક સજા અપાવી શકાય. બાળકી સાથે બનેલી આ ઘટનાથી સમગ્ર પંથકમાં રોષ જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *