અયોધ્યા સર્કલ નજીક ધંધાની અદાવતનો ખાર રાખી રેતી-કપચીના ધંધાર્થી પર હુમલો કરનાર પકડાયા

શહેરમાં ધંધાની અદાવતને લઈ મારામારીની એક ગંભીર ઘટના એક મહિના પહેલા બની હતી.જેમાં રૈયા રોડ પર રહેતાં રેતી કપચીનો ધંધો કરતાં યુવાન પર તેના જ…

શહેરમાં ધંધાની અદાવતને લઈ મારામારીની એક ગંભીર ઘટના એક મહિના પહેલા બની હતી.જેમાં રૈયા રોડ પર રહેતાં રેતી કપચીનો ધંધો કરતાં યુવાન પર તેના જ મિત્ર, મિત્રના પિતા સહિતનાએ ટોળકી રચી સિનર્જી હોસ્પિટલ નજીક હીચકારો હુમલો કરી સરાજાહેર ધોકા, બેટથી માર મારી તેમજ પછાડી દઇ છાતી પર એક શખ્સે બેસી જઈ બીજા શખ્સોએ ઢીકાપાટુનો બેફામ માર માર્યો હતો. આ ઘટના સોશિયલ મિડીયામાં વાયરલ થઈ હતી. ધંધા ખારને કારણે આ ડખ્ખો થયો હતો. પોલીસે રાયોટીંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી છ આરોપીઓને ઝડપી લીધા છે.

જાણવા મળ્યા મુજબ રૈયા રોડ પર રૂૂક્ષમણી પાર્ક શેરી નં. 1માં રહેતા અને બિલ્ડિંગ મટીરીયલ રેતી-કપચીનો વેપાર કરતા પાર્થ ઉર્ફે સોનુ નિતિનભાઈ ફિચડીયા (ઉ.વ.21) પર 16/11ના સાંજે સાડા સાતેક વાગ્યે પાંચ શખ્સોએ રેતી કપચીના ધંધાનો ખાર રાખી 150 રીંગ રોડ અયોધ્યા ચોક સિનર્જી હોસ્પિટલ નજીક ધોકા, બેટથી હુમલો કરી બેફામ માર મારતાં અને ઢીકાપાટુ પણ મારતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ગાંધીગ્રામ પોલીસે પાર્થ ઉર્ફ સોનુની ફરિયાદ પરથી મયુર શાંતિલાલ દેવાયતકા, તેનો દિકરો પ્રણવ ઉર્ફ કાનો મયુરભાઇ દેવાયતકા, શની કિરીટભાઈ દેવાયતકા, હિતેષ મોઢવાડીયા,કાન ઓડેદરા અને અજાણ્યા સામે ગુનો નોંધ્યો હતો.

પોલીસે મયુર શાંતીભાઈ દેવાયતકા (ઉ.વ.43-2હે. ભરતવન સોસાયટી પાસે નાણાવટી ચોક), તેના પુત્ર પ્રણવ ઉર્ફ કાનો મયુર દેવાયતકા (ઉ.વ.21), સન્ની કિરીટભાઈ દેવાયતકા (ઉ.વ.20-રહે. રામેશ્વર પાર્ક-5, નાણાવટી ચોક), હિતેષ મેરામણભાઈ મોઢવાડીયા (ઉ.વ.34-2હે. અમૃત રેસીડેન્સી 150 રીંગ રોડ), કાના જેઠાભાઈ ઓડેદરા (ઉ.વ.49-રહે. રામગઢ તા. રાણાવાવ) અને સાગર મનસુખભાઈ ક્રિષ્નાતર (ઉ.વ.40-રહે. રંભામાની વાડી પાસે શીતલ પાર્ક)ને ઝડપી લીધા છે. દરમિયાન એક મહિના પછી હુમલાખોરોને ઝડપી લેવાયા છે. ડીસીપી રાકેશ દેસાઈ, એસીપી રાધીકા ભારાઈની રાહબરીમાં ગાંધીગ્રામ પીઆઇ ટી. ડી. જાડેજા, વિશ્વરાજસિંહ સહિતની ટીમે અને ડી. સ્ટાફની ટીમે છ આરોપીઓને ઝડપી લીધા છે અને આકરી પુછતાછ હાથ ધરી છે. છએયને ઘટના સ્થળે લઇ જઈ રીક્ધસ્ટ્રક્શન કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *