ગોંડલ ચોકડી પાસે 2 લાખના ગાંજા સાથે પેડલર મહિલા સહિત બે ઝડપાયા

રાજકોટ શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા નશાના વેપાર વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ‘SAY NO TO DRUGS’ મિશન અંતર્ગત રાજકોટમાં માદક પદાર્થોના વેચાણને…

રાજકોટ શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા નશાના વેપાર વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ‘SAY NO TO DRUGS’ મિશન અંતર્ગત રાજકોટમાં માદક પદાર્થોના વેચાણને અટકાવવા માટે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશના ભાગરૂૂપે SOGની ટીમે ચોક્કસ બાતમીના આધારે કોઠારીયા ચોકડી પાસે દરોડો પાડીને ગાંજાના જથ્થા સાથે એક રીક્ષા ચાલક પુરુષ અને એક ગુનાહિત ઇતિહાસ ધરાવતી મહિલાને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી 4 કિલોથી વધારે ગાંજો સહિત રૂૂ. 2 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત વિગત મુજબ એસ.ઓ.જી. શાખાની ટીમ તેના પેટ્રોલિંગમાં હતી. દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે કેટલાક ઇસમો ગાંજાના જથ્થા સાથે હેરફેર કરી રહ્યા છે. આ બાતમીના આધારે તા. 14/12/2025 ના રોજ કોઠારીયા ચોકડીથી ગોંડલ ચોકડી તરફ જતી સર્વિસ રોડ પર ખોડિયાર ટેકરીની સામે વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન શંકાસ્પદ હાલતમાં મળી આવેલા એક પુરુષ અને મહિલાની તપાસ કરતા તેમની પાસેથી માદક પદાર્થ ગાંજાનો મોટો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે 40 વર્ષીય આરોપી મુસ્તાકભાઇ હબીબભાઇ નાકાણી (રહે. કોઠારીયા સોલવન્ટ) અને 30 વર્ષીય કરીનબેન ઉર્ફે ફરીદાબેન કરીમભાઇ શાહમદાર (રહે. કોઠારીયા સોલવન્ટ)ની ધરપકડ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે મુસ્તાકભાઇ રીક્ષા ડ્રાઇવીંગનો વ્યવસાય કરે છે, જ્યારે કરીનબેન કપડાના લે-વેચના વેપાર સાથે સંકળાયેલા છે. ખાસ વાત એ છે કે આરોપી કરીનબેન અગાઉ પણ રાજકોટ ગ્રામ્યના શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળના ગુનામાં સંડોવાયેલા હોવાનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. પોલીસે આ દરોડા દરમિયાન કુલ રૂૂ. 2,11,250 ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં 4.025 કિલોગ્રામ ગાંજો જેની કિંમત રૂૂ. 2,01,250 થાય છે, તે ઉપરાંત રૂૂ. 5,000 ની કિંમતનો એક વીવો કંપનીનો મોબાઈલ અને રૂૂ. 5,000 ની કિંમતનો એક રેડમી કંપનીનો મોબાઈલ ફોન તથા અન્ય વસ્તુઓ કબજે લેવામાં આવી છે. આ મામલે આજીડેમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે કે આ ગાંજાનો જથ્થો તેઓ ક્યાંથી લાવ્યા હતા અને કોને સપ્લાય કરવાનો હતો. તે સહિતના મુદ્દે પોલીસ દ્વારા તપાસ શરૂૂ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *