ગુજરાતના પ્રખ્યાત હાસ્યકલાકાર લોકસાહિત્યકાર સાંઈરામ દવે પોતાના શ્રી સાંઈલક્ષ્મી ફાઉન્ડેશન દ્વારા હંમેશાથી લોકોને કંઈક અવનવું પિરસતા આવ્યા છે. આગામી તારીખ 19 એપ્રિલ, 2026ના રોજ શ્રી સાંઇલક્ષ્મી ફાઉન્ડેશન આપને એક અનોખા પુસ્તક વિમોચન અને સ્ટેન્ડ અપ કોમેડી શો માટે આવકારે છે. વ્યવસાયે તબીબ અને શ્રોતાઓની નાડ પારખનારા ગુજરાતના પ્રથમ મહિલા હાસ્યકલાકાર ડો. અવની વ્યાસના પ્રથમ પુસ્તક લાફ્ટર ડોઝ અને પ્રથમ કોન્સેપ્યુયલ શો લાફ્ટર ડોઝનો પ્રિમીયર શો હેમુગઢવી હોલ ખાતે યોજાશે. સાંઇરામ દવે તેમજ શ્રી સાંઈલક્ષ્મી ફાઉન્ડેશન હંમેશાથી નવી પેઢીના કલાકારોને આવકારી તેમને એક નવું પ્લેટફોર્મ આપવા માટે તત્પરતા દાખવે છે.
જેના ભાગરુપે શ્રી સાંઈલક્ષ્મી ફાઉન્ડેશન ગુજરાતનું હાસ્ય તંદુરસ્ત રહે તેવા પ્રયત્નો કરનારા ડો. અવની વ્યાસના પ્રથમ કોન્સેપ્યુઅલ શો લાફ્ટર શોનું પોતાના આંગણે પ્રિમીયર શો યોજી રહ્યા છે. સાથે જ ડો. અવની દ્વારા લખાયેલા પ્રથમ પુસ્તક લાફ્ટર ડોઝનું પણ આ તબક્કે વિમોચન થશે. આ કાર્યક્રમ રાજકોટની જનતા માટે તદ્દન નિ:શુલ્ક હશે પરંતુ રજિસ્ટ્રેશન કરી ડિજીટલ પાસ મેળવવો ફરજિયાત છે. આ કાર્યક્રમનો પાસ મેળવવા માટે નીચેની લીંક પર ક્લીક કરી આપ પોતાનો પાસ મેળવી શકશો. 1 મોબાઈલ નંબર પરથી 1 જ પાસ જનરેટ થશે.
શ્રી સાંઈલક્ષ્મી ફાઉન્ડેશન આ પહેલા બાળવાર્તા સેમિનાર, ઓપન સૌરાષ્ટ્ર હાલરડા સ્પર્ધા, છંદોત્સવ, મારુ ચોમાસુ આસપાસ છે. સનાતન ડાયરો, ક કેળવણીનો ક, ભાષાનું ભાવિ, જેવા અનેક સંગીત અને પેરેન્ટીંગના વિશિષ્ટ કાર્યક્રમો રાજકોટને આપી ચુક્યું છે. તાજેતરમાં હાસ્યકલાકાર ગુણવંત ચુડાસમા, મિલન ત્રિવેદી અને તરુણ કાટબામણાના હાસ્યના કાર્યક્રમ એન્જોયગ્રાફીને પણ સાંઈલક્ષ્મી ફાઉન્ડેશને બિરદાવી એક પ્રિમિયર શો યોજ્યો હતો જેને બહોળો પ્રતિસાદ મળ્યો હતો.
એક તરફ એક જ વ્યવસાયમાં લોકો એકબીજાને પોતાના સ્પર્ધક માનતા હોય છે એવા સમયમાં સાંઈરામ દવે ગુજરાતની નવી પેઢીના કલાકારો તેમજ સંગીત અને હાસ્ય માટે કંઈ પણ કરી છુટવાની ખેવના ધરાવતા કલાકારોને પોતાના સાથી માની અને સ્વખર્ચે તમામ આયોજન કરીને તેમને આગળ વધવા માટેનું પ્રેરણાબળ પુરુ પાડે છે. શ્રી સાંઈલક્ષ્મી કાઉન્ડેશનના યુવા ચેરમેન અમિત દવેનું માનવું છે કે હવેને સમય સ્પર્ધાનો નહીં સાથે મળી ગુજરાતની આ વિરાસતને જન જન સુધી લઈ જવાનો છે. રાજકોટની તમામ જનતાને આ કાર્યક્રમમાં વહેલી તકે રજિસ્ટ્રેશન કરીને પધારવા શ્રી સાંઇલક્ષ્મી ફાઉન્ડેશનનું હાર્દિક નિમંત્રણ છે. વધુ માહિતી માટે ૂૂૂ. તફશહફડ્ઢળ શરજ્ઞીક્ષમફશિંજ્ઞક્ષ. ભજ્ઞળ પર સંપર્ક કરવા જણાવાયુ છે.
લાફ્ટર ડોઝ શો વિશે
અત્યારે સ્ટેન્ડઅપ કોમેડીનો જે પ્રવાહ ચાલી રહ્યો છે એની સામે એક નવો સ્તરીય હાસ્યનો પ્રવાહ આ પ્રોગ્રામ માં હશે, ભરપૂર હાસ્ય, સાહિત્ય અને સંગીતનો ત્રિવેણી સંગમ એટલે આ શો જેનું નામ છે “લાક્ટર ડોઝ આ ઉપરાંત ભારતની એકમાત્ર પિતા પુત્રીની જોડી જે હાસ્ય સાથે પીરસવાના છે. આ એવો પ્રોગ્રામ છે જેમાં ઝવેરચંદ મેઘાણી થી લઇ જ્હોન જેકોબ, શકીરાથી લઈ સપાખરાની વાતો છે અને બ્લેક હ્યુમર થી લઇ હાઈબ્રો હ્યુમર છે અને સાથે સાથે મ્યુઝિકનો મસાલો પણ છે, એવો એક અદ્દભુત હાસ્યનો થાળ રાજકોટના આંગણે પીરસવાનો છે. દેશ તેમજ વિદેશમાં આ કોન્સેપ્સ્યુલ શો થાય એ પહેલા રાજકોટ ના આંગણે પ્રિમયર શોનું આયોજન કરેલું છે.
લાફ્ટર ડોઝ પુસ્તક વિશે
લાફ્ટર નામની દવા કોઈ મેડિકલ સ્ટોરમાં ઉપલબ્ધ નથી અમને સરળતાથી આ દવા મળતી નથી. આવા ઘણા બધા ઇમેઇલ મને મળ્યા પછી મેં વિચાર્યું કે લાફ્ટરની દવા તો સરળતાથી મળવી જ જોઈએ અને હાસ્યના ડોક્ટર તરીકે મેં નક્કી કર્યું કે હાસ્યની દવા તો ઘરે ઘરે પહોંચવી જોઈએ અને પછી તૈયાર કરી હાસ્યની દવા પુસ્તક સ્વરૂૂપે, જેને નામ આપ્યું “લાફ્ટર ડોઝ”. આ પુસ્તકમાં હળવા કૂલ 24 લેખ છે, આમ તો છેલ્લા 18 વર્ષથી સ્ટેન્ડઅપ હ્યુમરોસોકી કરી રહી છુ એટલે યુમોરોસોકીના 2-3 લેખ આ પુસ્તકમાં ટાંક્યા છે. આ પુસ્તકમાં મોરારીબાપુના આશિર્વચન તેમજ પદ્મશ્રી કવિ તુષાર શુક્લ, સાંસદ પરસોત્તમભાઈ રૂૂપાલા અને પ્રખ્યાત લેખક ડો. શરદ ઠાકર તરફથી શુભકામનાઓ પ્રાપ્ત થઈ છે. નવભારત પ્રકાશન તરફથી આ પુસ્તક પ્રકાશિત થયું છે.
