લાઠીમાં ભાજપ મંત્રી પર હુમલો કરનાર ઝડપાયો, હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો

અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દામનગરમાં એક જાહેર કાર્યક્રમ દરમિયાન લોહિયાળ દ્રશ્યો સર્જાયા છે. નવા ચેકડેમ અને પુલના ખાતમુહૂર્ત પ્રસંગે દામનગર શહેર ભાજપના મહામંત્રી પ્રકાશ તજા…

અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દામનગરમાં એક જાહેર કાર્યક્રમ દરમિયાન લોહિયાળ દ્રશ્યો સર્જાયા છે. નવા ચેકડેમ અને પુલના ખાતમુહૂર્ત પ્રસંગે દામનગર શહેર ભાજપના મહામંત્રી પ્રકાશ તજા પર ધારિયા વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે મધ્યસ્થ સહકારી બેંકના ડિરેક્ટર હીરા નવાપરાની ધરપકડ કરી તેની સામે ’હત્યાની કોશિશ’નો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

લાઠી-બાબરા વિસ્તારના ધારાસભ્ય જનક તળાવિયાના હસ્તે ઠાંસા રોડ પર બ્રિજના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ ચાલી રહ્યો હતો તે દરમિયાન ઠાંસા ગામના વતની અને બેંક ડિરેક્ટર હીરા નવાપરાએ પાછળથી આવી પ્રકાશ તજા પર ધારિયા વડે હુમલો કર્યો હતો. અચાનક થયેલા આ હુમલાને પગલે સ્થળ પર હાજર કાર્યકરો અને લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.

હુમલામાં પ્રકાશ તજાને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર અર્થે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તબીબી અહેવાલ અનુસાર, તેમને માથામાં આશરે 25 જેટલા ટાંકા આવ્યા છે અને ફ્રેક્ચર પણ થયું છે. પ્રાથમિક તપાસમાં આ હુમલો કૌટુંબિક અદાવત અથવા કારણોસર થયો હોવાનું સામે આવ્યું છે. અમરેલી ડિવિજન ઉઢજઙ ચિરાગ દેસાઈએ જણાવ્યું હતું કે, દામનગર પોલીસે આ મામલે ઇગજ ની કલમ 109 મુજબ ગુનો દાખલ કર્યો છે.

આરોપી હીરા નવાપરાની અટકાયત કરી લેવામાં આવી છે અને વધુ પુરાવા એકત્ર કરવા માટે તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવશે.

કોંગ્રેસના પ્રહાર: પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે આક્ષેપ કર્યો છે કે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. ધારાસભ્યની હાજરીમાં હુમલો થવો તે ગંભીર બાબત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *