અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાંથી પસાર થતા જાફરાબાદ રોડ પર ફોર-વે માર્ગના કામની તૈયારી દરમ્યાન વગર જરૂૂરી મંજૂરી ઝાડ કાપવાનું શરૂૂ કરવામાં આવતા તંત્ર હરકતમાં આવ્યું હતું. જાફરાબાદ ફોર-વે બનાવવાના હેતુસર રસ્તાની બંને બાજુ આવેલા વૃક્ષો કાપવાની પ્રક્રિયા શરૂૂ થતાં જાગૃત નાગરિકોએ તાત્કાલિક ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી.
જાણ મળતાની સાથે જ ફોરેસ્ટ વિભાગના જવાબદાર અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા અને સ્થળ પર ચાલી રહેલી કામગીરીની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન જાણવા મળ્યું કે સંબંધિત કોન્ટ્રાક્ટર પાસે માત્ર વર્ક ઓર્ડર ઉપલબ્ધ હતો, પરંતુ ઝાડ કાપવા માટેની કાયદેસર પરવાનગી (ફોરેસ્ટ મંજૂરી) લેવામાં આવી નહોતી.
આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને ફોરેસ્ટ વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરતા બે હિતાચી (હેવી મશીનરી) મશીન કબ્જે લઈ કામ અટકાવ્યું હતું. અધિકારીઓએ સ્પષ્ટ જણાવ્યું કે પર્યાવરણ સંરક્ષણના કાયદાનો ભંગ કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં અને નિયમ વિરુદ્ધ ઝાડ કાપવા બદલ કડક કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે જાફરાબાદ રોડ વિસ્તાર પર્યાવરણની દૃષ્ટિએ મહત્વપૂર્ણ હોવાથી અહીં ઝાડ કાપવા માટે પૂર્વ મંજૂરી અનિવાર્ય છે. હાલ ફોરેસ્ટ વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કાયદેસર કાર્યવાહી આગળ વધારવાની પ્રક્રિયા ચાલી રહી છે. જાગૃત નાગરિકોની સમયસર સૂચનાથી પર્યાવરણ બચાવમાં મહત્વપૂર્ણ પગલું ભરાયું હોવાનું સ્થાનિકોમાં વખાણ થઈ રહ્યું છે.
