નેપાળમાં મોટો અકસ્માત: મુસાફરોથી ભરેલી બસ ત્રિશૂલી નદીમાં ખાબકતાં 18ના મોત, અનેક ઘાયલ

  નેપાળમાં આજે મોટી દુર્ઘટના બન ઈચ્છે. નેપાળના ધાદિંગ જિલ્લામાં આજે મુસાફરોથી ભરેલી બસ બેકાબૂ બનીને ત્રિશૂલી નદીમાં ખાબકતા મોટો અક્સમાત સર્જાયો હતો, આ અકસ્માતમાં…

 

નેપાળમાં આજે મોટી દુર્ઘટના બન ઈચ્છે. નેપાળના ધાદિંગ જિલ્લામાં આજે મુસાફરોથી ભરેલી બસ બેકાબૂ બનીને ત્રિશૂલી નદીમાં ખાબકતા મોટો અક્સમાત સર્જાયો હતો, આ અકસ્માતમાં 18 લોકોના કરુણ મોત નીપજ્યા છે. આ અકસ્માત પૃથ્વી હાઇવે પર સર્જાયો હતો.

નેપાળના ધાડિંગ જિલ્લામાં એક મોટો અકસ્માત થયો હતો. મુસાફરોને લઈ જતી એક બસ ત્રિશૂલી નદીમાં ખાબકી હતી. જેમાં 18 લોકોના મોત થયાં છે. જેમાં 11 પુરુષો અને 6 મહિલાઓનો સમાવેશ થાય છે. અકસ્માતમાં 24 થી 27 જેટલા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે,બસ પોખરાથી કાઠમંડુ જઈ રહી હતી. મૃતકોમાં બે વિદેશી નાગરિકો, એક પુરુષ અને એક મહિલાનો સમાવેશ થાય છે. જોકે, તેમની રાષ્ટ્રીયતા જાણી શકાઈ નથી.

ધ કાઠમંડુ પોસ્ટના અહેવાલ મુજબ, નેપાળ પોલીસે 17 મૃતદેહો બહાર કાઢ્યા છે, પરંતુ એક ગંભીર રીતે ઘાયલ વ્યક્તિનું પણ મોત નીપજ્યું છે. આનાથી મૃત્યુઆંક 18 થયો છે. બાકીના ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેઓ સારવાર લઈ રહ્યા છે.અકસ્માત એટલો ગંભીર હતો કે બસ નદી કિનારે પહોંચતા સુધીમાં સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી.

સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, બસ પોખરાથી કાઠમંડુ જઈ રહી હતી ત્યારે, કોઈ કારણોસર, ડ્રાઇવરે બસ પરનો કાબુ ગુમાવ્યો હતો અને બસ ત્રિશુલી નદીમાં ખાબકી હતી. આ અકસ્માત લગભગ 1:15 વાગ્યે થયો હતો. બસ ધાડિંગ જિલ્લાના બેનીઘાટ રોરાંગ વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી. ઘટનાસ્થળે નેપાળ પોલીસ, આર્મ્ડ પોલીસ ફોર્સ અને આપત્તિ વ્યવસ્થાપન યુનિટના ડાઇવર્સની ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે. જોકે અકસ્માત પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *