જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના જીવાપર રોડ પર આવેલા રાધેશ્યામ શ્રીકૃષ્ણ આશ્રમમાં બુધવારની મોડીરાત્રે હથિયારો સાથે ત્રણેક શખ્સ આવ્યા હતા અને નિદ્રાધીન મહંતને આડેધડ માર મારી આ શખ્સો રોકડની લૂંટ ચલાવી પલાયન થઈ ગયા છે. બનાવની પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો જડી ગયો હતો અને તપાસ ન ધંમધમાટ શરૂૂ કર્યો છે.
કાલાવડ નજીકના જીવાપર ગામના રોડ પર આવેલા રાધેશ્યામ શ્રીકૃષ્ણ આશ્રમમાં બુધવારની રાત્રે કેટલાક શખ્સો ધોકા સહિતના હથિયારો સાથે આવ્યા હતા. આ શખ્સો એ આશ્રમમાં નિદ્રાધીન મહંત રાધેશ્યામ બાપુ પર હુમલો કર્યો હતો. ત્યાર પછી આ શખ્સો એ આશ્રમ માંથી રૂૂપિયા 65 હજાર રોકડાની લૂંટ ચલાવ્યાનું બહાર આવ્યું છે.
આ બનાવની ગઈકાલે સવારે આશ્રમના અનુયાયીઓને જાણ થતાં પોલીસને વાકેફ કરવામાં આવી હતી. આથી તુરંત દોડી આવેલી પોલીસ ટીમે તપાસનો ધમધમાટ શરૂૂ કરયો છે. વધુમાં જાણવા મળ્યા મુજબ ત્રણેક જેટલા શખ્સો ધોકા, સળીયા વગેરે સાથે આવ્યા હતા. તેઓએ મહંતને મુંઢ માર મારી ઈજા પહોંચાડી હતી અને રૂૂપિયા પાંસઠેક હજારની રોકડની લૂંટ ચલાવી હતી. આ બનાવ અંગે પોલીસ દ્વારા તપાસ શરૂૂ કરવામાં આવી છે.
