માધાપર ST પોઇન્ટ આવારાતત્ત્વોનો અડ્ડો, દારૂડિયાઓ માટે સુરક્ષા સ્ટેન્ડ બન્યું

રાજકોટ એસ.ટી. ડિવિઝન ઘણા છેલ્લા સમયથી મુસાફરોની સુવિધા અને મેઇન્ટનન્સની કામગીરી બાબતે વિવાદમા આવી રહયુ છે જામનગર રોડ પર મુસાફરોની સુવિધા માટે બનાવવામા આવેલ માધાપર…

રાજકોટ એસ.ટી. ડિવિઝન ઘણા છેલ્લા સમયથી મુસાફરોની સુવિધા અને મેઇન્ટનન્સની કામગીરી બાબતે વિવાદમા આવી રહયુ છે જામનગર રોડ પર મુસાફરોની સુવિધા માટે બનાવવામા આવેલ માધાપર ચોકડીનુ બસ સ્ટેશન હાલ બંધ કરી દેવામા આવ્યુ છે જયારે કોઇ જાતની સુરક્ષા વ્યવસ્થા નહી કરાતા અસામાજીક તત્વોનો અડ્ડો બની ગયુ છે જેમા દારૂની કોથળીઓ મળતા સમગ્ર શહેરમા ચકચાર મચી જવા પામી છે. ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગજેન્દ્રસિંહ ઝાલા, પટેલ નાગજીભાઈ વિરાણી, જીગ્નેશભાઈ બોરડ, પટેલ ગીરીશભાઈ ઘરસંડીયાએ જણાવ્યુ છે કે રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પરનુ માધાપર એસ.ટી બસ સ્ટેશન ભૂતિયા મહેલ બની ગયું છે.

લાંબા સમયથી બંધ હોવાને પગલે આ સરકારી ઇમારત માં દારૂૂડિયા, લુખ્ખાઓ અને અસામાજિક તત્વો નું આશ્રય સ્થાન બની ગયું હોય તેવું જણાય છે. જો આ બસ સ્ટેશન ચાલુ જ ન કરવાનું હોય તો પતરા મારી દેવા પડે પરંતુ એ પતરા મારવામાં રાજકોટ વિભાગના બાંધકામ શાખાની ઘોર બેદરકારી ફલિત થાય છે. અને પતરા મારી બંધ ન કરવાને પગલે આ બસ સ્ટેશનમાં અસામાજિક પ્રવૃત્તિઓ ફૂલી ફાલી હોય તેવું જણાય છે.

ભૂતકાળમાં આવી ખંડેર બનેલી સરકારી ઇમારતોમાં બાળકીઓ ઉપર દુષ્કર્મની ઘટના બની હત્યાઓ પણ થઈ છે. જે રાજકોટ શહેર પોલીસના રેકોર્ડ પર પણ મૌજુદ છે. બસ સ્ટેશનના યુરિનલમાં દારૂૂની કોથળીઓ મળતા પોલીસ અને એસ.ટી તંત્ર નું નાક કપાયું છે. ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ઉપરોક્ત આગેવાનોએ પોલ ખોલ કાર્યક્રમ રાખવામાં આવેલ એમાં એસ.ટી અને પોલીસ તંત્રની પોલ ખુલી ગઈ હતી. બાંધકામ શાખા કોઈ મોટી ઘટના બને તેની રાહ જોતા હોય તેવું લાગે છે.

આવા બેદરકારી અને લાપરવાહી દાખવનાર અધિકારીઓને પગલે માધાપરના ખંડેર બસ સ્ટેશનમાં અનૈતિક પ્રવૃત્તિઓ ચાલી રહી હોય તેવું જણાય છે પકડાયેલ દારૂૂની કોથળી અંગે પોલીસ એસ.ટીના અધિકારીઓ સામે ગુનો દાખલ કરી નિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવા રાજકોટ શહેર પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ કરવામાં આવી છે.કોઈની પ્રિમાઇસીમાં દારૂૂની ખાલી બોટલ કે દારૂૂની ખાલી કોથળીઓ જણાય તો તેની સામે પોલીસ ગુનો દાખલ કરી નિયમ મુજબ કાર્યવાહી કરતી હોય છે તો આ માધાપર ચોક બસ સ્ટેશનમાં શૌચાલય અને યુરીનલમાં દારૂૂબંધી હોવા છતાં દારૂૂની કોથળીઓ ક્યાંથી આવી જે સંદર્ભે તટસ્થ તપાસ કરી, રોજ કામ કરીને આજુબાજુના સી.સી ફૂટેજ જોઈ અને એસ.ટીના જવાબદાર અધિકારીઓ કે આ બાબતમાં જે કોઈની સંડોવણી પુરવાર થાય તેની સામે પોલીસ ગુનો દાખલ કરી નિયમ મુજબ કાર્યવાહી કરવા અમારી અપીલ છે.

સિકયુરિટી ગાર્ડની હાલ શોર્ટેજ હોવાથી ત્થા કોઇ વોચમેન રાખ્યો નથી
હાલ સાંઢીયાપુલની કામગીરી ચાલી રહી છે તેના કારણે માધાપર એસ.ટી. પોઇન્ટ બંધ કરવામા આવ્યુ છે તેમજ બસ રૈયા ચોકડી તરફથી ચાલી રહી છે જેથી પોઇન્ટ પર જવા સર્કલ ફરવુ પડે અથવા રોંગ સાઇડ ચલાવી પડે અને તેના કારણે ટ્રાફિકજામની સ્થિત સર્જાય તેમ છે. જેથી ત્યા હાલ પોઇન્ટ બંધ કરેલ છે અને અત્યારે સિકયુરિટી ગાર્ડની અમારી પાસે શોર્ટ હોવાથી ત્યા વોચમેન રાખ્યો નથી છતા પણ અમે સુપરવાઇઝરને મોકલી ત્યા નિરીક્ષણ કરી ઘટતી કાર્યવાહી કરીશું.
જે.બી. કલોતરા (વિભાગીય નિયામક, રાજકોટ એસ.ટી-ડિવિઝન)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *