જામનગર શહેર-જિલ્લામાં ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા

તાલુકા અને પાલિકાઓ માટે બુધ, ગુરૂ અને મહાનગરપાલિકા માટે આવતીકાલે તમામ વોર્ડ માટે સેન્સ લેવાશે જામનગર મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા આવતીકાલથી આગામી મહાનગરપાલિકાની ચૂંટણી…

તાલુકા અને પાલિકાઓ માટે બુધ, ગુરૂ અને મહાનગરપાલિકા માટે આવતીકાલે તમામ વોર્ડ માટે સેન્સ લેવાશે

જામનગર મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા આવતીકાલથી આગામી મહાનગરપાલિકાની ચૂંટણી માટેના શ્રી ગણેશ કરવામાં આવશે, અને શહેર ભાજપ કાર્યાલય પરથી તમામ બેઠકો માટેના ફોર્મનું વિતરણ કાર્ય હાથ ધરવામાં આવશે, ત્યારબાદ ગુરુવારે એકીસાથે તમામ વોર્ડની કુલ 64 બેઠકની સેન્સની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવશે.

ભારતીય જનતા પાર્ટી ના શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારીના જણાવ્યા અનુસાર આગામી મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના તમામ 16 વોર્ડ ની 64 બેઠકના દાવેદારો માટે ના ફોર્મનું સવારે 10.00 વાગ્યાથી ભારતીય જનતા પાર્ટીના શહેર કાર્યાલય પરથી વિતરણ કરવામાં આવશે, અને સમગ્ર દિવસ દરમિયાન ભારતીય જનતા પાર્ટી તરફથી ચૂંટણી લડવા માંગતા ઉમેદવારોએ ફોર્મ મેળવવાના રહેશે. ત્યારબાદ ગુરુવારે પ્રદેશમાંથી નિરીક્ષકો ની ટીમ આવશે, અને સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

જેમાં વોર્ડ નંબર 1 થી 8 માટે દિગજામ સર્કલ પાસે આવેલા ફ્રેન્ડસ હોલમાં વહેલી સવારે વાગ્યાથી શરૂૂ વાગ્યાથી શરૂૂ થશે,અને સમગ્ર દિવસ દરમિયાન ચાલશે, અને પ્રત્યેક વોર્ડના ક્રમશ દાવેદારોની સેન્સ લેવામાં આવશે. તે જ રીતે વોર્ડ નંબર 9 થી 16 ના દાવેદારો માટેની સેન્સ ની પ્રક્રિયા જામનગર શહેર ભાજપના મધ્યસ્થ કાર્યાલય પર હાથ ધરવામાં આવશે, અને ત્યાં પણ સવારના 9.30 વાગ્યાથી નિરક્ષકો ની ટીમ હાજર રહેશે, અને વોર્ડ નાં 9 થી 16 વોર્ડની તમામ બેઠકોના દાવેદારો ની સેન્સ ની પ્રક્રિયા સમગ્ર દિવસ દરમિયાન હાથ ધરવામાં આવશે.

આગામી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને જામનગર શહેર ભાજપ કાર્યાલયમાં ભારે જમાવડો જોવા મળી રહ્યો છે, શહેર ભાજપના પ્રમુખ બીનાબેન કોઠારી તેમજ મહામંત્રી વિજયસિંહ જેઠવા, મૃગેશભાઈ દવે અને ભાવેશભાઈ ઠુમમર તેમજ સંગઠનની ટીમ દ્વારા સમગ્ર કાર્યવાહી કરવામાં આવી રહી છે.

જામનગર જિલ્લા ભાજપ ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા નિયુક્ત નિરીક્ષકો ની ઉપસ્થિતિમાં જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના ના ઉમેદવારો માટે “સેન્સ પ્રક્રિયા” યોજવામાં આવનાર છે. જે કાર્યકર્તાઓ, ઇચ્છુક ઉમેદવારો ઉપરોક્ત ચૂંટણી લડવા માગતા હોય, તેઓ આગામી બુધવારે અને ગુરુવારે નિયત સ્થળ મુજબ પોતાની સેન્સ રજૂ કરી શકશે. “સેન્સ પ્રક્રિયા” એ ભાજપની પારદર્શક અને સંગઠન આધારિત પરંપરા છે, જેમાં સ્થાનિક સ્તરે કાર્યકર્તાઓ અને ઇચ્છુક ઉમેદવારોની અભિપ્રાય અને રજૂઆતને મહત્વ આપવામાં આવે છે.

આ સેન્સ પ્રક્રિયા અટલ ભવન જિલ્લા ભાજપ કાર્યાલય, જામનગર માં રાખવામાં આવી છે.જેમાં ગ્રુપ – 1 માં મંડલ જોડિયા તાલુકો , જીલ્લા પંચાયત સીટ માં જોડિયા – પીઠડ , અને તમામ તાલુકા પંચાયત સીટ માટે તા.1/4/26 ના સવારે 10 થી 12, મંડળ ધ્રોલ તાલુકો , જિલ્લા પંચાયત સીટ ખારવા – લતીપર , તમામ તાલુકા પંચાયત સીટ તા.1/4/26 ના બપોરે 1 થી 3, સિક્કા નગરપાલિકા વોર્ડ તમામ નગરપાલિકા સીટ 1 થી 7 તા.1 ના બપોરે 3 થી 6, અને મંડળ જામનગર તાલુકો , આમરા, આલિયા ,બેડ.,ચેલા ,ધુવાવ , ધૂતારપર, ખીમરાણા અને મોરકંડા , તમામ તાલુકા પંચાયત સીટ માટે તા.2/4/26 ના સવારે 9 વાગ્યે સેન્સ લેવામાં આવશે.

જ્યારે ગ્રુપ બી માં મંડલ કાલાવડ તાલુકો માટે જીલ્લા પંચાયત સીટ ખંઢેરા ,ખરેડી, નવાગામ અને નિકાવા , તા.પંચા.તમામ સીટ મમાટે તા.1.4.26 ના સવારે 10 થી 1.00 , મંડળ લાલપુર તાલુકો , જી.પંચો સીટ માં ભણગોર – લાલપુર પીપરટોડા – સીંગચ, તા. પંચાયત તમામ બેઠક માટે તા.1 ના બપોરે 2 થી 5 , મંડળ જામજોધપુર તાલુકો ગીંગણી સતાપર મોટી ગોપ – શેઠવડાળા , તમામ તાલુકા પંચાયત સીટ માટે તા.2/4/26 ના સવારે 9 વાગ્યે સેન્સ.લેવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *