લગ્નની લાલચ આપી દુષ્કર્મ,પ્રેમીએ રૂ.4 લાખ રોકડા, સોનાના દાગીના પડાવી લીધા

રાજકોટ શહેરમાં પરિણીત મહિલાને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપીને શારીરિક સંબંધ બાંધવા તેમજ તેની પાસેથી લાખોની માલમત્તા પડાવી લેવાના આક્ષેપ સાથે યુનિવર્સિટી પોલીસ મથકમાં…

રાજકોટ શહેરમાં પરિણીત મહિલાને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપીને શારીરિક સંબંધ બાંધવા તેમજ તેની પાસેથી લાખોની માલમત્તા પડાવી લેવાના આક્ષેપ સાથે યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. મહિલાએ પોતાના રૂૂ. 4 લાખ રોકડા અને સોનાના દાગીના પરત માંગતાં આરોપીએ ઝઘડો કરી લાફા માર્યા અને ગાળો આપી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે. આ મામલે પોલીસે મનોજ જગદીશભાઈ નિમાવત નામના શખ્સ વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂૂ કરી છે.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, વર્ષ 2024થી 2026 દરમિયાન આરોપી મનોજ નિમાવત સાથે મહિલાની ઓળખાણ થયા બાદ બંને વચ્ચે સંપર્ક વધ્યો હતો. મહિલા અગાઉ જૂનાગઢમાં નોકરી કરતી હતી અને આરોપીની ટેક્સીમાં અવરજવર કરતી હોવાથી બંને વચ્ચે પરિચય થયો હતો. ત્યારબાદ મહિલાને લગ્ન કરવાની લાલચ આપી તેની સાથે શારીરિક સંબંધ બાંધવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ દરમિયાન આરોપીએ અલગ-અલગ બહાનાં હેઠળ મહિલા પાસેથી નાણાં અને દાગીના મેળવી લીધા હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.

મહિલાના આક્ષેપ મુજબ, આરોપી તેની પાસેથી આશરે રૂૂ. 4 લાખ રોકડા લઈ ગયો હતો. આ ઉપરાંત લોન લેવાની જરૂૂર હોવાનું કહી રજવાડી સેટ, નાનો સેટ, ચાર બંગડીઓ, વીંટી, બુટ્ટી અને મંગળસૂત્ર સહિતનાં સોનાનાં દાગીના પણ લીધા હતા. જોકે, બાદમાં આ નાણાં અને દાગીના પરત આપવામાં આવ્યા ન હોવાનો તથા વિશ્વાસઘાત કરવામાં આવ્યો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.ફરિયાદ મુજબ, રવિવારે રાત્રે મહિલાએ પોતાના નાણાં અને દાગીના પરત માંગતાં મામલો ઉગ્ર બન્યો હતો. આરોપી રાત્રિના આશરે એક વાગ્યે મહિલાના ઘરે પહોંચ્યો હતો અને ત્યાં ઝઘડો કરી તેને લાફા માર્યા હતા તેમજ અપશબ્દો કહ્યા હોવાનો આક્ષેપ છે. આ ઘટનાથી કંટાળીને મહિલાએ આખરે પોલીસનો સંપર્ક કર્યો હતો અને સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, મહિલા એક સંતાનની માતા છે અને હાલ પતિથી અલગ રહી રહી છે. જોકે, તેના છૂટાછેડા થયા નથી. પતિથી અલગ રહેવા દરમિયાન આરોપી સાથે તેના સંબંધો શરૂૂ થયા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઈ કે. કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આઈ. એ. બેલીમે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપોની તપાસ શરૂૂ કરી આરોપીને ઝડપી પાડવા માટેની કાર્યવાહી હાથ ધરી છે. તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર ઘટનાની વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *