તહેવારો ટાંણે જ ડેન્ગ્યુ-મેલેરિયા-ટાઇફોઇડ-કમળાના ડેરા

  રાજકોટમાં ડબલ મોસમના કારણે સિઝનલ રોગચાળાની સાથે તહેવાર ટાંણે જ ડેન્ગ્યૂ, મેલેરિયા, ટાઇફોઇડ અને કમળા જેવા જીવલેણ નીવડી શકે તેવા રોગચળાનો ગંભીર રીતે ભરડો…

 

રાજકોટમાં ડબલ મોસમના કારણે સિઝનલ રોગચાળાની સાથે તહેવાર ટાંણે જ ડેન્ગ્યૂ, મેલેરિયા, ટાઇફોઇડ અને કમળા જેવા જીવલેણ નીવડી શકે તેવા રોગચળાનો ગંભીર રીતે ભરડો આવ્યો છે. તંત્રના ચોપડે 2000થી વધુ કેસ નોંધાયા છે. જો કે સતાવાર જે આંકડો જાહેર કરવામા આવે છે એ તો માત્રને માત્ર મનપાના આરોગ્ય કેન્દ્ર અને સરકારી હોસ્પિટલના ઓપીડીના કેસ જ હોય છે. ખાનગી હોસ્પિટલોની વાસ્તવિક સ્થિતિ ક્યારેય જાહેર કરવામા આવતી નથી એ જગજાહેર છે.

રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારોમાં હાલ ડબલ મોસમ (બેવડી ઋતુ)નો અનુભવ થઈ રહ્યો છે. દિવસે બળબળતો તાપ અને રાત્રે તેમજ વહેલી સવારે ગુલાબી ઠંડીના કારણે વાતાવરણમાં સતત ફેરફારો નોંધાઈ રહ્યા છે. હવામાનના આ અચાનક બદલાવને કારણે રાજકોટમાં સિઝનલ રોગચાળાએ ગંભીર સ્વરૂૂપ ધારણ કર્યું છે. ખાસ કરીને તહેવારો ટાંણે જ એકબાજુ સિઝનલ રોગચાળો અને બીજીબાજુ ડેન્ગ્યૂ, મેલેરિયા, ટાઇફોઇડ અને કમળા જેવા જીવલેણ નીવડી શકે તેવા રોગચાળાનો ભરડો આવ્યો છે.

મનપાએ સતાવાર જે આંકડા દેખાડ્યા છે તેમા છેલ્લા સાત દિવસમાં મેલેરિયાના 1, ડેન્ગ્યૂના 3, શરદી-ઉધરસના 940, તાવના 830, ઝાડા-ઉલ્ટીના 188, ટાઇફોઇડના 2 અને કમળાનો એક કેસ નોંધાયો છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે તંત્ર દ્વારા જે 2000થી વધુ કેસોનો આંકડો જાહેર કરવામાં આવ્યો છે, તે માત્ર મનપાના અર્બન હેલ્થ સેન્ટરો અને સરકારી હોસ્પિટલના ઓપીડી આંકડા જ દર્શાવે છે. ખાનગી હોસ્પિટલો, નર્સિંગ હોમ્સ અને પ્રાઇવેટ ક્લિનિક્સની વાસ્તવિક સ્થિતિ ક્યારેય જાહેર કરવામાં આવતી નથી એ જગજાહેર છે. જો શહેરના ખાનગી તબીબો પાસે સારવાર લઈ રહેલા દર્દીઓના આંકડા ઉમેરવામાં આવે તો આ સંખ્યા કલ્પના બહાર વધી જાય તેમ છે.

મચ્છરોના બ્રિડીંગ થાય તેવી બેદરકારી રાખનાર 379 આસામીને નોટિસ
મચ્છરજન્ય રોગચાળો અટકાયતીના ભાગરૂૂપે રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવે છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય 341 પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂ.લ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં5, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં 314 અને કોર્મશીયલ 65 આસામીને નોટીસ ફટકારવામા આવી છે. આ ઉપરાંત એક અઠવાડિયામાં 1,04,260 ઘરમાં પોરાનાશક કામગીરી અને 640 ઘરમાં ફોગીંગ કરવામા આવી હોવાનો તંત્રનો દાવો છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *