ચોટીલામાં પ્રેમાંધ દિયેરનો ભાઇ-ભાભી પર જીવલેણ હુમલો

દિયર ભોજાઇના પ્રેમ સંબંધની જાણ થતા યુવાન પત્નીને લઇ અમદાવાદથી ચોટીલા સ્થાયી થયો’તો; હુમલાખોરે પીછો કરી છરીના ઘા ઝીંકી દીધા ચોટીલા મફતિયાપરામાં એક દંપતિ ઉપર…

દિયર ભોજાઇના પ્રેમ સંબંધની જાણ થતા યુવાન પત્નીને લઇ અમદાવાદથી ચોટીલા સ્થાયી થયો’તો; હુમલાખોરે પીછો કરી છરીના ઘા ઝીંકી દીધા

ચોટીલા મફતિયાપરામાં એક દંપતિ ઉપર છરી વડે હુમલો થતા ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયેલ છે. મંગળવારનાં સાંજે યાત્રાધામનાં મફતિયાપરા વિસ્તારમાં એક દંપતિ ઉપર છરી વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડતા ચકચાર મચેલ છે. અને કાયદો વ્યવસ્થા અંગે સવાલ ઉઠ્યા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ ચોટીલા મફતિયાપરા વિસ્તારમાં આવેલ રામાપીરનાં મંદિર પાસે કિરીટભાઇ ભીમજીભાઇ મારૂૂ અને તેના પત્ની કંચનબેન ઉપર છરી વડે હુમલો કરી આડેધડ ઘા ઝીંકી ગંભીર ઇજા પહોચાડી આરોપી ધર્મેશ મારૂૂ નાસી છુટ્યાનો બનાવ બનતા સ્થાનિક લોકોમાં હાહાકાર મચી ગયો હતો. ઇજા ગ્રસ્ત દંપતિ મૂળ અમદાવાદનાં અમરાઈ વાડી વિસ્તારનાં રહીશ હોવાનું તેમજ છેલ્લા એકાદ માસ થી ચોટીલા મફતિયાપરા ખાતે રહેતા હતા આજે બંન્ને બજારમાં ખરીદી કરી પરત પોતાનાં મકાનને જઇ રહેલ તે સમયે પાછળથી આવેલ આરોપી ધર્મેશ એ હાથમાં રહેલ છરી વડે આડેધડ ઘા ઝીંકી ગંભીર ઇજા પહોચાડતા સ્થાનિક હોસ્પિટલ ખસેડવામાં આવેલ જ્યાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ રિફર કર્યા હતા.

બનાવ અંગે સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ આરોપી ઇજાગ્રસ્તનો સગ્ગો નાનો ભાઇ છે જેને તેના ભાભી સાથે પ્રેમ સંબંધ હતો જે અંગે કિરીટભાઇ ને જાણ થતા પત્ની ને લઈને ચોટીલા રહેવા આવી ગયેલ આરોપીને તે જાણ થતા આજે ચોટીલા આવી રેકી કરી સાંજે મોકો મળતા બંન્ને ઉપર છરી વડે હુમલો કરી નાસી ગયેલ હતો હુમલા અંગે પોલીસને જાણ થતા ટાઉન પોલીસે આરોપી ને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *