રાજકોટ શહેરમાં ધર્મ પરિવર્તન અને બળાત્કારની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોતાની સાચી ઓળખ છુપાવી ’રાજા સિંધી’ નામે ઓળખ આપનાર મુસ્લિમ શખ્સે મૂળ બાંટવા પંથકની અને વર્ષોથી રાજકોટમાં રહેતી 24 વર્ષીય યુવતી પર બળજબરીથી દુષ્કર્મ આચરી બાદમાં અજમેર લઈ જઈને કલમા પઢાવી તેનું ધર્મ પરિવર્તન પણ કરાવી નાખ્યું હતું. આ અંગે ભોગ બનનાર યુવતીએ મહિલા પોલીસ સ્ટેશનમાં સાહિલ સમીરભાઈ ચાનિયા વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. મૂળ જૂનાગઢ જિલ્લાના બાંટવા ગામની અને હાલ રાજકોટમાં મિત્ર સાથે રહીને ઓનલાઇન કપડાંનો વ્યવસાય કરતી 24 વર્ષીય પીડિતાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રેલનગરમાં આસ્થા ચોકની બાજુમાં રહેતા સાહિલ ઉર્ફે રાજા સિંધી સમીર ચાનિયાનું નામ આપ્યું છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર ફરિયાદ બે વર્ષ પહેલાં જ્યારે રેલનગરમાં એકલી ભાડે રહેતી હતી ત્યારે નજીકમાં જ કાજલ પાન વાળાની દુકાને નાસ્તો લેવા ગઈ હતી. જુલાઈ 2024માં આ દુકાન પર બેસતો સાહિલ અચાનક તેના ઘરે આવ્યો હતો અને દરવાજો ખોલતા જ મોઢું દબાવી, પેટમાં પાટા મારી, કપડાં ફાડી નાખીને તેની મરજી વિરુદ્ધ બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો. બે વર્ષ સુધી દુષ્કર્મ ગુજરવાનો સિલસિલો ચાલુ રહ્યો હતો. ત્યારબાદ અજમેર લઈ જવાઈ હતી, જ્યાં ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. પીડિતાને ડરાવી-ધમકાવી તેના સોનાના દાગીના, જેમાં એક સોનાનો ચેઈન, પાંચ સોનાની વીંટી અને બે બૂટીની જોડી સામેલ હતી, તે પડાવી લીધા હતા. આ પૈકીના અમુક દાગીના આરોપીએ આઈ.આઈ.એફ.એલ. એન.બી.એફ.સી. ફાઈનાન્સમાં ગિરવે મૂકી પૈસા ઉપાડી વાપરી નાખ્યા હતા. તેમજ ગત 28 જૂનના રોજ આરોપી સાહિલ પીડિતાને ધમકાવીને રાજકોટ બસ સ્ટેન્ડ પાછળ આવેલી ’હોટેલ રીઓ વેલી’માં લઈ ગયો હતો અને ત્યાં તેની સાથે મારફૂટ કરી હતી.
ત્યારબાદ 29 જૂનના રોજ પીડિતા ફરી હોટેલ પર ગઈ ત્યારે તે હોટેલના વોશરૂૂમમાં હતી ત્યારે તેણે સાહિલને ફોન પર કોઈની સાથે વાત કરતા સાંભળ્યો હતો, “હું તને ફોટા મોકલું છું, મને કહે આની કેટલી કિંમત આવશે? હું કશીશને દુબઈ લઈને આવું છું. આ સાંભળીને યુવતી રીતસર ફફડી ગઈ હતી અને સાહિલના ચંગુલમાંથી બચવા તાત્કાલિક પોતાના વતન બાંટવા ભાગી ગઈ હતી.અત્રે ઉલ્લેખનીય છે કે,આરોપી વિરુદ્ધ બજરંગ દળના આગેવાને ફરિયાદ નોંધવા રજુઆત કરી હતી.
