ટ્રકમાંથી 11496 નંગ નાની- મોટી દારૂની બોટલ જપ્ત કરાઇ, દારૂનો જથ્થો મંગાવનારની શોધખોળ
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS)ની સૂચનાથી, જિલ્લામાં પ્રોહિબિશનની બદીને નાબૂદ કરવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ અંતર્ગત, લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) સુરેન્દ્રનગરની ટીમે ચોટીલા-સાયલા નેશનલ હાઈવે પરથી વિદેશી દારૂૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.
ચોટીલા-સાયલા નેશનલ હાઈવે પર આવેલા સાંગાણી ગામની સીમમાં ગોપાલ હોટલના પાર્કિંગમાંથી LCB ટીમે એક ટાટા કંપનીના ટ્રક (રજી. નં. RJ.52. GA 4575)ને અટકાવ્યો હતો. આ ટ્રકમાં ખાતરની બોરીઓની આડમાં છુપાવીને વિદેશી દારૂૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો હતો.
પોલીસે ટ્રકમાંથી કુલ 11,496 નંગ નાની-મોટી વિદેશી દારૂૂની બોટલો જપ્ત કરી હતી, જેની કિંમત ₹85,66,800 આંકવામાં આવી છે. આ ઉપરાંત, 225 નંગ ખાતરની કોથળીઓ (₹ 67,500), એક મોબાઈલ ફોન (₹ 500), એક ફાસ્ટેગ, એક સિમ કાર્ડનું કવર અને ₹20,00,000ની કિંમતનો ટ્રક-ટ્રેલર પણ કબજે કરવામાં આવ્યો હતો.
આ સમગ્ર કાર્યવાહીમાં કુલ ₹1,06,34,800નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ અંગે ચોટીલા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા ટ્રકના ચાલક, માલિક, દારૂૂ મોકલનાર અને મંગાવનાર અજાણ્યા આરોપીઓને પકડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ કેસમાં ટ્રકનો ચાલક, ટ્રકનો માલિક, ઇંગ્લિશ દારૂૂનો જથ્થો મોકલનાર અજાણ્યો ઇસમ અને ઇંગ્લિશ દારૂૂનો જથ્થો મંગાવનાર અજાણ્યો ઇસમ સહિતના આરોપીઓ હજુ ફરાર છે, જેમને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
આ કામગીરી LCB સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેક્ટરની રાહબરી હેઠળ પો.સબ.ઇન્સ. જે.વાય. પઠાણ, પેરોલ ફર્લો સ્કોડના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. એન.એ. રાયમા, અજયવીરસિંહ ઝાલા, દેવરાજભાઇ જોગરાજીયા, વજાભાઇ સાનીયા, ચંદ્રવિજયસિંહ રાણા, ગીરીરાજસિંહ જાડેજા, મેહુલભાઇ મકવાણા, વિજયસિંહ બોરાણા અને યુવરાજસિંહ વાઘેલા સહિતની ટીમે પાર પાડી હતી.
ચોટીલાના સુરઇ ગામની સીમમાં દરોડો, 18.40 લાખના દારૂ સાથે રાજકોટનો શખ્સ ઝડપાયો
ચોટીલા પોલીસની ટીમને નાઈટ પેટ્રોલિંગ દરમિયાન સુરઈ ગામની સીમમાં રાજકોટનો ભરત છેલાભાઈ ભરવાડ અને સાગર છેલાભાઈ ભરવાડ દારૂૂ રાખતા હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. ચોટીલા પોલીસની ટીમને નાઈટ પેટ્રોલિંગ દરમિયા ન સુરઈ ગામની સીમમાં રાજકોટનો ભરત છેલાભાઈ ભરવાડ અને સાગર છેલાભાઈ ભરવાડ દારૂૂ રાખતા હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં પોલીસને જોઈ 2 શખ્સો નાસવા લાગતા પોલીસે પીછો કરી 1ને ઝડપી લીધો હતો. જેની તપાસ કરતા તે ભરત ભરવાડ હોવાનું જણાવ્યુ હતુ. જયારે પોલીસે દરોડાના સ્થળેથી દારૂૂના 5,667 ચપલા મળી આવ્યા હતા. આ શખ્સની પુછપરછમાં આ દારૂૂ સાગર ભરવાડે સંતાડવા આપતા અહીં સંતાડી ભાગીયો ચોથા ભનુભાઈ પરમાર તેનું ધ્યાન રાખતો હતો. અને નાસી જનાર ઈસમ ચોથા પરમાર હતો. પોલીસે રૂૂ. 18,40,800નો દારૂૂ અને 2 મોબાઈલ મળી કુલ રૂૂ. 18,47,800નો મુદ્દામાલ જપ્ત કરી ત્રણેય સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જયારે જોરાવરનગર પોલીસ મથકની સર્વેલન્સ ટીમને રતનપર નદીકાંઠે આવેલ શેરી નં. 10માં રહેતો જગમાલ દુલેરા તેના રહેણાક મકાને દારૂૂ વેચતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં જગમાલ ઉર્ફે જગો જીવણભાઈ દુલેરા વિદેશી દારૂૂની નાની મોટી 51 બોટલ અને મોબાઈલ સહિત રૂૂ. 52,400ની મત્તા સાથે પકડાયો હતો. આ શખ્સની પ્રાથમીક પુછપરછમાં તે આ દારૂૂ સુરેન્દ્રનગરના સોનાપુર રોડ પર રહેતા ધીરૂૂ મગનભાઈ રાઠોડ પાસેથી લાવ્યો હોવાનું ખુલતા બન્ને સામે જોરાવરનગર પોલીસ મથકે પ્રોહીબીશન મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
