બન્નેએ પૈસાની ઉઘરાણી કરી માતા-પુત્રને ધમકી આપી હતી
મોરબીના નાની વાવડી ગામે બળજબરીપૂર્વક પૈસા કઢાવવા મામલે બે ઇસમોએ માતા અને પુત્રને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે બનાવ મામલે પોલીસે ફરિયાદ નોંધી બંને ઇસમોને ઝડપી લીધા હતા અને ઘટનાસ્થળે લઇ જઈને જાહેરમાં માફી મંગાવી હતી.
મોરબીના નાની વાવડી ગામે રહેતા મયુરીબેન દિલીપભાઈ રૂૂપાલાએ આરોપી મહેશ ઉર્ફે લાલો સવસેટા અને જગદીશ ઉર્ફે જગો સવસેટા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે ફરિયાદી મયુરીબેનની કુળદેવી બેકરી નામની દુકાન આવેલ છે જ્યાં રાત્રીના કાળા કલરની સ્કોર્પીઓ કાર જીજે 36 એએલ 0005 વાળીમાં બંને ઇસમોએ આવી ફરિયાદીના દીકરા જીત સાથે ગાળાગાળી કરી બળજબરીપૂર્વક પૈસા કઢાવવા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી.
એ ડીવીઝન પોલીસે આરોપી મહેશ ઉર્ફે લાલો આયદાન સવસેટા રહે વાવડી રોડ ભક્તિનગર સોસાયટી મોરબી અને જગદીશ સધાભાઈ સવસેટા રહે ઓમ શાંતિ સોસાયટી વાવડી રોડ મોરબી એમ બંને ઇસમોને ઝડપી લીધા હતા ઝડપાયેલા આરોપીઓ વિરુદ્ધ અગાઉ પણ પોલીસ મથકમાં ગુના નોંધાઈ ચૂકયા છે આરોપી મહેશ વિરુદ્ધ એ ડીવીઝનમાં મારામારી તેમજ આરોપી જગદીશ વિરુદ્ધ એ ડીવીઝન અને પડધરીમાં મારામારી તેમજ મોરબી તાલુકા પોલીસ મથકમાં પ્રોહીબીશન એક્ટ મુજબ ત્રણ ગુના નોંધાઈ ચૂકયા છે.
મોરબીના નાની વાવડી નજીક રાત્રીના સીનસપાટા નાખી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખોરવી નાખનાર બંને ઇસમોને પોલીસે ઝડપી લીધા બાદ ઘટનાસ્થળે લઇ જવામાં આવ્યા હતા જ્યાં બંને ઈસમોનું સરઘસ કાઢવામાં આવ્યું હતું અને ઘટનાનું રી ક્ધસ્ટ્રકશન કરાવ્યું હતું બંને ઇસમોએ જાહેરમાં માફી માંગી હતી જેથી લોકો ખુશ થયા હતા અને પોલીસ જિંદાબાદના નારા લગાવ્યા હતા
