રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડમાંથી રૂા.33.37 લાખનો દારૂ ઝડપાયો

બટાટાની આડમાં મધ્યપ્રદેશ અને આગ્રાથી ઘુસાડેલો 8257 બોટલ દારૂ સાથે બે શખ્સોની ધરપકડ: દારૂ સપ્લાય કરનાર વાઇન શોપના માલિક અને સ્થાનિક બુટલેગર સહિત ત્રણના નામ…

બટાટાની આડમાં મધ્યપ્રદેશ અને આગ્રાથી ઘુસાડેલો 8257 બોટલ દારૂ સાથે બે શખ્સોની ધરપકડ: દારૂ સપ્લાય કરનાર વાઇન શોપના માલિક અને સ્થાનિક બુટલેગર સહિત ત્રણના નામ ખુલ્યા

રાજકોટના બી ડિવિઝન પોલીસ વિસ્તારમાં સ્થાનિક પોલીસને અંધારામાં રાખી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે જુના માર્કેટિંગ યાર્ડમાં દરોડો પાડીને બટેકાની આડમાં ઘુસાડેલો રૂૂ 33.37 લાખનું વિદેશી દારૂૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો આ દારૂૂના જથ્થા સાથે બે શખસોની ધરપકડ કરવામાં આવી છે જ્યારે તપાસમાં દારૂૂ મંગાવનાર સ્થાનિક બુટ લેગર સહિત સપ્લાયરના નામ ખુલ્યા છે. બરોડામાં દારૂૂ સહિત 53 95 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

મળતી વિગતો મુજબ રાજકોટમાં માર્કેટિંગ યાર્ડમાં દુકાન નં. જે/16 માં દારૂૂનો જથ્થો ઉતર્યો હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલ ની ટીમે દરોડો પાડ્યો હતો આ દરોડામાં મધ્યપ્રદેશના ખારગોન જિલ્લાના ખોડીજરામ વાઇન શોપ અને મધ્યપ્રદેશના ગ્વાલિયર ના આગરા મુંબઈ રોડ પર આવેલ અલ્કોબ્યુ ખાતે સબ-લીઝદાર પ્રાઇવેટ લિમિટેડ રારુ ફાર્મમાંથી બટેકાની આડમાં ઘુસાડવામાં આવેલા રૂૂ.33,37,992 ની કિંમતની 8257 બોટલ વિદેશી દારૂૂનો જથ્થો મળી આવ્યો હતો આ દારૂૂ ઉપરાંત 20 લાખના ટ્રક સહિત 57 95 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો 480 જેટલી બટાકાની થેલી ની આડમાં છુપાવીને આ દારૂૂનો જથ્થો રાજકોટ સુધી ઘુસાડનાર અલીમુદ્દીન શ્રીલાલ તૈલી (રહે.એટ ગામ-તૈલી પાડા, ધનોલી,આગ્રા -યુપી) અને શૈતાનસિંહ શ્રીકૈલાસજી નાઇ (રહે ગામ બકલપુર, તા. ખેડાગઢ, જિલ્લો-આગ્રા યુ.પી.)ની ધરપકડ કરી હતી આ બંને શખ્સોની પૂછપરછમાં દારૂૂ સપ્લાયર અને દારૂૂ મંગાવનારના નામ ખુલ્યા છે જેમાં દારૂૂ સપ્લાય કરનાર તરીકે મોનુ પુત્ર માલુઆ તૈલી ( રહે-ભોજપુર, સરકારી શાળા પાસે, તા. ખેરગઢજિલ્લો-આગ્રા -યુ.પી.) તેમજ અશોક લૈલેન્ડ ટ્રક નં. આજે-17-જીએ-4513 ના માલિક અને રાજકોટમાં દારૂૂ મંગાવનાર સ્થાનિક બુટલેગર નું નામ બહાર આવ્યું છે.

સ્ટેટ મોનેટરીંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાયની સુચના અને માર્ગદર્શન હેઠળ સ્ટેટ મોનેટરીંગ સેલના પીએસઆઇ કે.ડી.રવિયા અને તેમની ટીમે કામગીરી કરી હતી.
રાજકોટ શહેરમાં જુના માર્કેટિંગ યાર્ડ માંથી આટલા મોટા પ્રમાણમાં જંગી જથ્થો દારૂૂનો મળી આવતા આ મામલે હવે સ્થાનિક પોલીસ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે તેવું ચર્ચા રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *