જેતપુરમાં રસ્તામાં વાસણ ધોતી મહિલાને સાઇડમાં જવાનું કહેતા રિક્ષાચાલક પર હુમલો

જેતપુરના જનતાનગરમાં રોડ વચ્ચે વાસણ ધોતી મહિલાને વાસણ સાઈડમાં લઇ લેવાનું કહેતા તેના ભાઈએ રીક્ષાચાલક યુવાનને લાકડાના ધોકા વડે માર મારી માથું ફોડી નાખ્યું હતું.…

જેતપુરના જનતાનગરમાં રોડ વચ્ચે વાસણ ધોતી મહિલાને વાસણ સાઈડમાં લઇ લેવાનું કહેતા તેના ભાઈએ રીક્ષાચાલક યુવાનને લાકડાના ધોકા વડે માર મારી માથું ફોડી નાખ્યું હતું. જે મામલે જેતપુર સીટી પોલિસ મથકમાં ગુનો નોંધાયો હતો.બનાવ અંગે જેતપુરના જૂનાગઢ રોડ પર જનતાનગર-3 માં રહેતા 40 વર્ષીય યુવાન આરીફભાઈ હુસેનભાઈ મેરએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેમની શેરીમા જ રહેતા શાહરુખ કાળુ બ્લોચનું નામ આપી જણાવ્યું હતું કે, ગત તા.11 ના રાતના નવેક વાગ્યે તેમને રીક્ષા ભાડુ કરવા જવાનું હોય જેથી ઘરેથી રીક્ષા લઇને જતો હતો.

ત્યારે શેરીમાં રહેતા મદીનાબેન બ્લોચ શેરી વચ્ચે વાસણ સાફ કરતા હતા.જેથી વાસણ સાઇડમાં લઇ લો મારે રીક્ષા કાઢવી છે તેમ કહ્યું હતું. દરમિયાન મદીનાબેનનો ભાઈ શાહરૂૂખ બ્લોચ અગાસી ઉપરથી કહેવા લાગેલ કે, આ તો તારૂૂ રોજનું થયું, તારે ગલીમાં રીક્ષા લઇને અવાય જ નહી.
જેથી શાહરૂૂખને કહેલ કે, મારે અત્યારે ભાડા માટે મોડું થાય છે, હું પરત આવીને વાત કરીશ. જે બાદ શાહરૂૂખ ઉશ્કેરાય ગયેલ અને નીચે આવી મારી સાથે ઝઘડો કરી ગાળો આપવા લાગેલ હતો.

બાદ તેના હાથમાં રહેલ લાકડાનો ધોકો માથાના પાછળના ભાગે મારી દીધેલ હતો જેથી યુવાન નીચે પડી ગયેલ હતો. બુમાબુમ કરતા ભાઈ મુન્નાભાઈ, પુત્ર સાહીલ, પત્નિ સહેનાજ દોડી આવ્યા હતા. જેથી શાહરુખ ત્યાથી નાસી ગયો હતો.

બાદ યુવકને માથામાથી લોહી નીકળવા લાગેલ હતું. જેથી તેને 108 એમ્બયુલન્સમાં પ્રથમ જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે અને ત્યાંથી જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઇ જવાયો હતો. જયા યુવકને માથામાં સાત ટાંકા આવેલ હતા અને માથામાં ફ્રેક્ચર જેવી ઇજા થયાનું તબીબે જાહેર કર્યું હતું. બનાવને પગલે યુવકે ફરિયાદ આપતાં જેતપુર સીટી પોલિસની ટીમે ગુનો નોંધી હુમલાખોરની શોધખોળ શરૂૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *