માલ સામાન ભરી જવાની ધમકી આપતા ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાઈ
મોરબી શહેરમાં ખત્રીવાડ વિસ્તારમાં રહેતા વૃદ્ધ વ્યક્તિને આરોપીઓએ ઉંચા વ્યાજે રૂૂપિયા આપીને આરોપીઓએ લાખો રૂૂપિયાની બળજબરીથી ઉઘરાણી કરી હોવાની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચાર વ્યાજખોરો વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં ખત્રીવાડ વિસ્તારમાં રહેતા દિલીપભાઈ બચુભાઈ ચૌહાણ (ઉ.વ.68) એ આરોપી સંજયભાઈ કાનજીભાઈ ચુડાસમા રહે. વાવડી રામ પાર્ક, ઇકબાલ ગનીભાઇ પીંજારા રહે. મકરાણીવાસ મોરબી, સબીર કાસમભાઈ પીંજારા રહે.
વીસીપરા મોરબી તથા હેમંતભાઈ આહીર વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને આરોપી સંજયભાઈએ રૂૂપિયા 30000/- ઉંચા વ્યાજદરે આપી તે પેટે ફરીયાદિ પાસેથી ત્રણ મહિનામા રૂૂપિયા 36000/- વ્યાજ સહિત રકમ મેળવી ત્યારબાદ ફરી વખત ફરીયાદીને રૂૂપિયા 50,000/- ઉંચા વ્યાજે આપી માસિક 15,000/- લેખે 29 મહિના સુધી રૂૂપિયા 4,35,000/- વ્યાજ મેળવેલ ત્યારબાદ ફરીયાદીએ આરોપી સંજયભાઈને વ્યાજ નહી ચુકવતા તેણે ફરીયાદી તથા તેના દીકરા વિજયને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદીના દીકરા પાસેથી તેની એક્સીસ બેંકના બે ચેક બળ-જબરીપુર્વક સહી કરાવી લઇ લીધેલ તે દરમ્યાન ફરીયાદિએ આરોપી ઇકબાલ પાસેથી રૂૂપિયા 1,00,000/- વ્યાજે લીધેલા જે પેટે આરોપી ઇકબાલએ દરરોજનુ રૂૂપિયા 1500/- વ્યાજ નક્કી કરેલ અને ફરીયાદીને રૂૂપિયા 75,000/- આપેલા અને બાકીના 25000/- વ્યાજમા વળાવેલ આમ કુલ્લે ત્રણ મહિના સુધીમા આરોપી ઇકબાલ એ ફરીયાદી પાસેથી માસિક 45,000/- એમ કુલ્લે 1,35,000/- વ્યાજ બળજબરીપુર્વક લીધેલ ત્યારબાદ ફરીયાદિ ઉપર રૂૂપિયા 3,30,000/- મુદ્દલ સહિત વ્યાજની ચડત થઇ જતા આરોપી ઇકબાલએ તેના સાળા આરોપી સબીર પાસેથી રૂૂપિયા 2,00,000/- ફરીયાદિને લેવડાવેલ અને આરોપી સબીરએ ફરીયાદીને આ રૂૂપિયા 2,00,000/- પેટે રોજના રૂૂપિયા 2,000/- ના ઉંચા વ્યાજદરે આપી આરોપી સબીરએ ફરીયાદી પાસેથી માસિક 60,000/- એમ કુલ્લે છ મહિના સુધીમા રૂૂપિયા 3,60,000/- બળજબરી પુર્વક વ્યાજ લીધેલ તેમ છતા આરોપી ઇકબાલએ રૂૂપિયા 1,50,000/- તથા આરોપી સબીરએ ફરીયાદિ પાસેથી રૂૂપિયા 2,50,000/- લાખની પઠાણી ઉઘરાણી કરી ફરીયાદી તથા તેના દીકરા વિજયને ગાળો આપી મારી નાખવાની ધમકી આપી વી.સી.પરામા લઇ જઇ કામ કરાવવાની ધમકી આપેલ હોય તેમજ આ તમામ આરોપીને તેમના રૂૂપિયા ચુકવવા માટે ફરીયાદિએ આરોપી નંબર- હેમંતભાઈ પાસેથી રૂૂપિયા 20,000/- લીધેલા તે વખતે આરોપી હેમંતએ ફરીયાદિ પાસેથી વિજયનો એક્ષીસ બેંકનો સહીવાળો કોરો ચેક લીધેલ ત્યારબાદ ફરીયાદિ તથા વિજયે આરોપી હેમંતભાઈને ટુકડે ટુકડે રૂૂપિયા 20,000/- આપી દીધેલ તેમ છતા મુદ્દલ રૂૂપિયા 20,000/- ની દસ દીવસમા આપી દેવાની માંગણી કરેલ અને દસ દીવસમા રૂૂપિયા નહી આપેતો ફરીયાદિની લારીએ જઇ તેનો બુટ ચપ્પલનો માલ સામાન ભરી જવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
