રાજકોટમાં જીવલેણ બનતો રોગચાળો, તાવની બીમારીથી ભાજપ કાર્યકરનું મોત

યુવાનના મોતથી ત્રણ બાળકોએ પિતાનું છત્ર ગુમાવ્યુ રાજકોટ સહીત રાજયભરમા મીશ્ર ઋતુ વચ્ચે રોગચાળો ફાટી નીકળ્યો હોય તેમ અને લોકો રોગચાળાનાં ભરડાનાં કારણે મોતનાં મુખમા…

યુવાનના મોતથી ત્રણ બાળકોએ પિતાનું છત્ર ગુમાવ્યુ

રાજકોટ સહીત રાજયભરમા મીશ્ર ઋતુ વચ્ચે રોગચાળો ફાટી નીકળ્યો હોય તેમ અને લોકો રોગચાળાનાં ભરડાનાં કારણે મોતનાં મુખમા ધકેલાયા છે. ત્યારે વધુ એક ઘટનામા રાજકોટમા વોર્ડ નં 7 નાં ભાજપનાં કાર્યકરનુ તાવની બીમારી સબબ મોત નીપજયુ છે . યુવકનાં મોતથી 3 બાળકોએ પિતાનુ છત્ર ગુમાવતા પરીવારમા અરેરાટી સાથે કરુણ કલ્પાંત સર્જાયો છે.

આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ રામનાથ મંદિર નજીક આવેલા ભવાની નગરમા રહેતા વિજયભાઇ માવજીભાઇ ચાવડા નામનો 38 વર્ષનો યુવાન રાત્રીનાં સાડા આઠેક વાગ્યાનાં અરસામા પોતાનાં ઘરે હતો ત્યારે બીમારી સબબ બેભાન હાલતમા ઢળી પડયો હતો . યુવકને તાત્કાલીક સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યો હતો જયા યુવકની સારવાર કારગત નીવડે તે પુર્વે જ યુવાને હોસ્પીટલનાં બીછાને દમ તોડી દેતા પરીવારમા અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી હતી.

પ્રાથમીક પુછપરછમા વિજય ચાવડા ત્રણ ભાઇ એક બહેનમા વચેટ હતો. અને તેને સંતાનમા એક પુત્ર અને બે પુત્રી છે વિજય ચાવડા વોર્ડ નં 7 મા ભાજપનો કાર્યકર હતો . અને આરએમસીમા ઢોર પકડ પાર્ટીમા કોન્ટ્રાકટ બેઇઝ પર કામ કરતો હતો . વિજય ચાવડાને તાવ આવતો હોવાથી મેડીકલમાથી દવા લીધા બાદ પંચનાથમા દવા લીધી હતી તેમ છતા તબીયતમા સુધારો નહી આવતા તાવની બીમારી સબબ મોત નીપજયુ હોવાનુ જાણવા મળ્યુ છે આ બનાવ અંગે એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *