નંદનવન સોસાયટીમાં ફ્લેટમાં ચાલતા મહિલા સંચાલિત જુગારધામ પર એલસીબી ત્રાટકી

5 મહિલા સહિત 6 પકડાયા: રોકડ અને જુગારનું સાહિત્ય કબજે જામનગરમાં રણજીત સાગર રોડ પર નંદનવન સોસાયટી શેરી નંબર 4 માં એક એપાર્ટમેન્ટ ના ત્રીજા…

5 મહિલા સહિત 6 પકડાયા: રોકડ અને જુગારનું સાહિત્ય કબજે

જામનગરમાં રણજીત સાગર રોડ પર નંદનવન સોસાયટી શેરી નંબર 4 માં એક એપાર્ટમેન્ટ ના ત્રીજા માળે રહેતા સુશીલાબેન હરીશભાઈ ફલિયા નામના 50 વર્ષના મહિલા ના ફ્લેટમાં જુગાર ધામ ચાલી રહ્યું છે, અને બહારથી સ્ત્રી પુરુષો આવીને ગંજી પાના વડે જુગાર રમી રહ્યા છે, તેવી બાતમીના આધારે એલસીબી ની ટુકડીએ દરોડો પાડ્યો હતો.

જે દરોડા દરમિયાન પાંચ મહિલા અને એક પુરુષ ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહેલા રંગે હાથ પકડાયા હતા. જેથી એલસીબીની ટુકડીએ સુશીલાબેન હરીશભાઈ ફલિયા, ઉપરાંત લતાબેન ચંદ્રકાંતભાઈ ગાંધી, રાબીયાબેન ઝાહિદભાઈ સૈયદ, નયનાબેન રાજેશભાઈ બુધ, મિતલબેન જીતેન્દ્રભાઈ કંસારા, અને દિલીપ ઘેલાભાઈ સાદીયા વગેરેની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રોકડ રકમ, મોબાઈલ ફોન વગેરે સહિત રૂૂપિયા 49,500 ની માલમતા કબજે કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *