ગંદકી અને બદબૂથી ખદબદતી કેનાલો: પ્રી-મોન્સૂન કામગીરીની પ્રતીક્ષા

49 રોડ અને ગોકુલનગર વિસ્તારની વરસાદી કેનાલો બની કચરાપેટી, રોગચાળાનો ભય તોળાયો: તંત્રની આળસ સામે લોકોમાં ભારે રોષ ફેલાયો જામનગર શહેરના કેટલાક મુખ્ય વિસ્તારોમાં આવેલી…

49 રોડ અને ગોકુલનગર વિસ્તારની વરસાદી કેનાલો બની કચરાપેટી, રોગચાળાનો ભય તોળાયો: તંત્રની આળસ સામે લોકોમાં ભારે રોષ ફેલાયો

જામનગર શહેરના કેટલાક મુખ્ય વિસ્તારોમાં આવેલી વરસાદી પાણીના નિકાલ માટેની કેનાલોની હાલત અત્યંત દયનીય બની છે. ઠેર ઠેર ગંદકીના ઢગ અને અસહ્ય બદબૂથી ખદબદતી આ કેનાલો જાણે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચોમાસા પહેલા હાથ ધરવામાં આવતી પ્રી-મોન્સૂન સફાઈ કામગીરીની રાહ જોઈ રહી છે. ખાસ કરીને શહેરના 49 રોડ પાણાખાણ અને ગોકુલનગર હરિયા કોલેજ તરફના વિસ્તારોમાં આવેલી આ વિશાળ વરસાદી કેનાલોની સ્થિતિ ચિંતાજનક છે.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આ કેનાલો આખા વર્ષ દરમિયાન લોકો દ્વારા બેફામ રીતે ફેંકવામાં આવતા કચરા, પ્લાસ્ટિક, માટી અને અન્ય ઘન કચરાથી ખીચોખીચ ભરાઈ ગઈ છે. કચરાના કારણે કેનાલોમાં પાણીના પ્રવાહમાં અવરોધ ઉભો થયો છે અને ગંદકીના કારણે આસપાસના વિસ્તારોમાં સતત દુર્ગંધ ફેલાઈ રહી છે, જેનાથી રહેવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

ચોમાસાની ઋતુ હવે ગણતરીના દિવસોમાં શરૂૂ થવાની છે ત્યારે, આ કેનાલોની સફાઈ તાત્કાલિક ધોરણે કરવી અનિવાર્ય છે. શહેરના નાગરિકો જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓ અને સફાઈ કર્મચારીઓ દ્વારા યુદ્ધના ધોરણે સફાઈ અભિયાન શરૂૂ થાય તેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.

જોકે, પ્રી-મોન્સૂન કામગીરીને લઈને મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતી જાહેરાતો અને વાસ્તવિકતા વચ્ચે મોટો તફાવત જોવા મળતો હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે. લોકોમાં એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે શું મહાનગરપાલિકાના અધિકારીઓ માત્ર વાતોના વડા જ બનાવી રહ્યા છે અને ખરેખર સફાઈ કામગીરી ચોમાસું વીતી ગયા પછી જ શરૂૂ કરવાના છે? આવા સવાલો સીધા તંત્રની કાર્યક્ષમતા અને જવાબદારી પર ઉભા થયા છે.

ઉલ્લેખનીય છે કે, જો આ વિશાળ કેનાલોની સફાઈ સમયસર કરવામાં ન આવે અને તે કચરાથી ભરાયેલી રહે તો ચોમાસા દરમિયાન સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાઈ શકે છે. સ્થિર પાણી અને ગંદકી મચ્છરો અને અન્ય જીવાણુઓના બયિયમશક્ષલ લજ્ઞિીક્ષમ બની શકે છે, જેના પરિણામે મેલેરિયા, ડેન્ગ્યુ, ચીકનગુનિયા જેવા વાહકજન્ય રોગો તેમજ ઝાડા-ઉલટી જેવા જળજન્ય રોગોનો રોગચાળો ફાટી નીકળવાનું ચોક્કસ જોખમ તોળાઈ રહ્યું છે. આ સ્થિતિ સીધી જાહેર આરોગ્ય માટે મોટો ખતરો ઉભો કરી શકે છે.

આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં લઈને, જામનગર શહેરના નાગરિકો જામનગર મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ તાત્કાલિક ધોરણે આ મહત્વપૂર્ણ વરસાદી કેનાલોની સફાઈ ઝુંબેશ હાથ ધરવા અને ચોમાસા પહેલા તમામ વરસાદી પાણીના નિકાલના માર્ગોને સુચારુ બનાવી શહેરને સંભવિત જળબંબાકાર અને રોગચાળાના ભયથી બચાવવા માટે સત્વરે અને અસરકારક પગલાં ભરવાની પ્રબળ અપીલ કરી રહ્યા છે. સમયસરની કામગીરી જ શહેરની સ્વચ્છતા અને નાગરિકોના સ્વાસ્થ્ય માટે અત્યંત આવશ્યક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *