કુવાડવા રોડ પર ફ્લેટમાંથી વકીલની કોહવાયેલી લાશ મળી: હાર્ટએટેકની શંકા

શહેરના સામાકાંઠે કુવાડવા રોડ પર આવેલા ફલેટમાંથી વકીલની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. વકીલ એકલવાયુ જીવન જીવતા હોય અને ચારેક દિવસથી બિમારી હતા. દરમિયાન…

શહેરના સામાકાંઠે કુવાડવા રોડ પર આવેલા ફલેટમાંથી વકીલની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. વકીલ એકલવાયુ જીવન જીવતા હોય અને ચારેક દિવસથી બિમારી હતા. દરમિયાન તેમના ફલેટમાંથી દુર્ગધ આવતા પાડોશીએ પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી હતી અને તપાસ કરતા વકીલ મૃત હાલતમાં મળી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં હાર્ટએટેક આવી ગયાની શંકા સેવાઇ રહી છે.

જાણવા મળતી વિગત મુજબ કુવાડવા રોડ પર રણછોડદાસ આશ્રમની સામે શેરીમાં ફલેટમાં બીજા માળેે રહેતા એડવોકેટ બાલકૃષ્ણ રતીલાલ ભગદેવ (ઉ.વ.58)ની ગઇકાલે બપોરે તેમના ઘરમાંથી કહોવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને ફોરેન્સીક પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.

પ્રાથમિક તપાસમાં મૃતકના 20 વર્ષ પહેલા છૂટાછેડા થઇ જતા તેઓ એકલવાયુ જીવન જીવતા હતા તેમને સંતાનમાં એક દીકરી હોય જે પાટણમાં એમબીબીએસનો અભ્યાસ કરતી હોવાનુ જાણવા મળ્યુ છે. મૃતકને ચારેક દિવસથી તાવ શરદી થયા હતા અને તેઓ દવા પી સુઇ ગયા હતા. બાદમાં ગઇકાલે તેમના ફલેટમાંથી દુર્ગધ આવતી હોવાથી પાડોશીને કઇક અજુગતુ થયાની શંકાના આધારે પોલીસને જાણ કરતા બી ડિવિઝન પોલીસે ઘટના સ્થળે દોડી જઇ ફલેટનો દરવાજો તોડી જતા વકીલની કહોવાયેલી લાશ મળી આવી હતી.તબીબો દ્વારા પ્રાથમિક દ્રષ્ટીએ હાર્ટએટેક આવી ગયાની શંકા વ્યકત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *