ગાયકવાડીની મિલકતનો સોદો કરી વકીલ સાથે રૂા. 51 હજારની ઠગાઇ

2000ની સાલમાં જે મિલકતનો સોદો વકીલ સાથે કર્યો હતો તે મિલકત આરોપીએ 2007 માં બીજી પાર્ટીને વેંચી દીધી જામનગર રોડ પરના ગાયત્રીધામમાં રહેતા અને શીતલ…

2000ની સાલમાં જે મિલકતનો સોદો વકીલ સાથે કર્યો હતો તે મિલકત આરોપીએ 2007 માં બીજી પાર્ટીને વેંચી દીધી

જામનગર રોડ પરના ગાયત્રીધામમાં રહેતા અને શીતલ પાર્ક ચોક પાસે આર.કે. વર્લ્ડ ટાવરમાં ઓફિસ ધરાવતા એડવોકેટ દુર્ગેશભાઈ ગોરધનભાઈ ધનકાણી (ઉ.વ.36) સાથે મકાનનો સોદો કરી આરોપી તેજસ અમૃતભાઈ ગાળિયા (રહે. ગાયકવાડી)એ રૂૂા. 51 હજારની છેતરપિંડી કર્યાની ગાંધીગ્રામ-2 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

જેમા દુર્ગેશભાઈએ જણાવ્યું છે,તેઓ 150 ફૂટ રિંગ રોડ શીતલ પાર્ક ચોક ખાતે આર.કે વર્ડટાવર ઓફિસ નંબર-426/427 ખાતે ઓફિસ રાખી વકીલાતનું કામ કરતા હોય અને પ્રોપટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય જેથી મિત્ર દિલીપભાઇ ડુંગરિસ જોબનપુત્રા નો સંપર્ક કરેલ જે જમીન મકાનનું લે-વેચનું દલાલીથી કામ કરતા હોય જેનો ટેલિફોનીક સંપર્ક કરી અને તેમને વાત કરી પ્રોપટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે આ તેમને વાત કરતા તેમણે મને જણાવેલ કે તેજસ અમ્રુતભાઇ ગાળીયાની માલીકીનું ગાયકવાડી શેરી નંબર 2/9માં મકાન વહેચવાનું હોય અને જે મકાન બહારથી જોઇ અ ને દિલીપભાઇ જોબનપુત્રાનો સંપર્ક કરી મકાનનો સોદો કર્યો હતો. બદલામાં દિલીપને રૂૂા. 23 હજાર અને આરોપીને રૂૂા. 28 હજાર આપ્યા હતાં. તેણે મકાનના ઓરીજીનલ દસ્તાવેજની ફાઈલ માંગતા આરોપીએ બેન્કમાં પડી હોવાનું જણાવ્યું હતું.

એકાદ માસ બાદ તેને જાણવા મળ્યું હતું કે આરોપીએ તેની મિલકતનું 2007માં જ રાજેશભાઈને વેચાણ કર્યું છે.જેથી આરોપીને આ વાત જણાવતા માન્યો ન હતો.આ રીતે જે મિલકત હયાત ન હતી. તેનું લખાણ કરી આપી છેતરપિંડી કરી હતી. તેણે આરોપી પાસેથી સૂથી-અવેજ પેટે આપેલી રકમ પરત માંગતા આપી ન હતી. આ રીતે આરોપી રકમ પરત આપતો ન હોવાથી આખરે તેના વિરૂૂધ્ધ યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *