ધંધાકીય પેઢી ધરાવતા પતિએ પત્ની-પુત્રને 40 હજાર ભરણપોષણ પેટે ચૂકવવા આદેશ

રાજકોટમાં 14 વર્ષ પહેલા વર્ષ લગ્ન થયા બાદ પુત્રના જન્મના થોડા વર્ષો બાદ પતિ-પત્ની વચ્ચે અણબનાવના કારણે રિસામણે ગયેલા પત્નીની ભરણપોષણની અરજી ફેમિલી કોર્ટે મંજૂર…

રાજકોટમાં 14 વર્ષ પહેલા વર્ષ લગ્ન થયા બાદ પુત્રના જન્મના થોડા વર્ષો બાદ પતિ-પત્ની વચ્ચે અણબનાવના કારણે રિસામણે ગયેલા પત્નીની ભરણપોષણની અરજી ફેમિલી કોર્ટે મંજૂર કરી પત્ની પુત્રનું રૂૂ.40,000 ભરણપોષણ ચૂકવવા ત્રણ ધંધાકીય પેઢી ધરાવતા પતિને હુકમ કર્યો છે.

આ કેસની હકીકત મુજબ રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ, રૈયા ટેલિફોન એક્સચેન્જ સામે પાણીના ટાંકા પાછળ રહેતા પરેશભાઈ ચમનલાલ પટેલ સાથે પ્રીતિબેન પટેલના લગ્ન થયા હતા. લગ્નજીવન દરમ્યાન આરવ નામના સંતાનનો જન્મ થયો હતો. અમુક વર્ષો બાદ પતિ સહિત સાસરીયા દ્વારા ત્રાસ અપાતો હોવા બાબતે અનેકવાર સમાધાન પણ કરવામાં આવ્યા છતાં સામાવાળાઓના વર્તનમા કોઈ ફેર પડેલ ન હોય, તેથી પરિણીતા સંતાન સાથે પીયરે રિસામણે આવેલ હતી. તે દરમિયાન પરિણીતાએ પોતાનું તથા સગીર સંતાન આરવ માટે ભરણપોષણ મેળવવા ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી.

આ કેસમાં સામાવાળા પતિએ કોર્ટ સમક્ષ હાજર રહી અરજી સામે જવાબવાંધા રજુ કરેલ હતા. જે કેસ દરમિયાન પતિએ પોતાના તથા પરીવારજનોના નામે 3 મિલ્કતો હોવાનું રેકર્ડ પર રજુ કરેલ હતું અને બાકી કોઈ મિલ્કત કે બેંક ખાતા ધરાવતા ન હોવાનુ સોગંદ ઉપર જાહેર કરેલ હતું. પરંતુ પતિ 3 ધંધાકીય પેઢીઓ ધરાવતા હોવાનું રેકર્ડ પર આવેલ તેમજ ધંધાની બાકી લેણી રકમ મેળવવા ચીફ કોર્ટ સમક્ષ નેગોશીયેબલ અન્વયે કેસ કાર્યવાહીઓ કરેલ હોવાનુ રેકર્ડ પર રજુ કરેલ હતું. આ કેસમાં અરજદાર પક્ષે મૌખીક પુરાવો આપવા કુલ-8 સાહેદો તપાસવામાં આવેલ, 50થી વધુ દસ્તાવેજી પુરાવાઓ રજુ કરવામાં આવેલ હતા. બંને પક્ષે લેખીત મૌખીક દલીલો કરવામાં આવેલ હતી.

જેમાં અરજદારના એડવોકેટે દ્વારા ભરણ પોષણના આ કેસમાં કોર્ટમાં ખોટી જુબાની અને ઈન્કમટેક્ષ રિટર્ન ખોટા બનાવી રજૂ કરી સત્ય હકીકતો છુપાવેલ હોવાનું જણાવી આંક-137થી સી.આર.પી.સી.ની કલમ 340 અન્વયેની કાર્યવાહી કરવા અરજી આપી હતી. ફેમિલી કોર્ટના એડિશનલ જજે અરજદારની અરજી મંજુર કરી ભરણપોષણ પેટે મુળ અરજીની દાખલ તારીખથી પત્નીને માસીક રૂૂ.25 હજાર અને સગીર પુત્ર આરવને માસીક રૂૂ.15 હજાર ચુકવવા પતિ પરેશભાઈને હુકમ કર્યો છે.

તેથી અરજદાર પરિણીતા ચડત રકમ રૂૂ.26.40 લાખનું એક માસમાં મેળવવા હક્કદાર બન્યા છે. આ ઉપરાંત પરેશ ચમનલાલ પટેલ વિરૂૂદ્ધ અદાલત સમક્ષ સોગંદ ઉપર ખોટો પુરાવો આપવા બદલ પ્ર.નગર પોલીસ મથકમાં ફરીયાદ દાખલ કરવાનો હુકમ કર્યો હતો. આ કેસમાં અરજદાર પરિણીતા વતી રાજકોટના પી એન્ડ આર લો ચેમ્બરના એડવોકેટ અલ્પેશ વી. પોકીયા, અમિત ગડારા, વંદના એચ.રાજયગુરૂૂ, પરેશ મૃગ, ભાર્ગવ જે. પંડયા, કેતન જે. સાવલીયા, ડેનીશ વિરાણી, નીતાબેન વેકરીયા વગેરે રોકાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *