ધોરાજીમાં જમીન પચાવી પાડનાર યુનિક સ્કૂલના ભાગીદારો સામે લેન્ડ ગ્રેબિંગ

કેનાલમાં જમીન કપાત નહીં હોવા છતાં ખોટી માહિતી દર્શાવતા પોલીસ ફરિયાદ ધોરાજી ગામની જુના ઉપલેટા રોડ ઉપર આવેલ સીમ જમીન સર્વે નં.582 પૈકીની હૈ. 00-14-16…

કેનાલમાં જમીન કપાત નહીં હોવા છતાં ખોટી માહિતી દર્શાવતા પોલીસ ફરિયાદ

ધોરાજી ગામની જુના ઉપલેટા રોડ ઉપર આવેલ સીમ જમીન સર્વે નં.582 પૈકીની હૈ. 00-14-16 જમીન સંબંધે ખોટી રીતે કેનાલ કપાત અંગેની નોંધ રેવન્યુ રેકર્ડ પર થયેલ અને તે જમીન ફરીયાદી અશોકભાઈ રણછોડભાઈ બાબરીયાની મૂળ જમીન માંથી બાદ થઈ ગયેલ.

રણછોડભાઈ બાબરીયાએ પોતાની બાકી જમીન ધોરાજી યુનિક સ્કુલના ભાગીદારો વિજયકુમાર જમનાદાસ અઘેરા તથા નવીનચંદ્ર પરશોતમભાઈ માકડીયા તથા છગનભાઈ વલ્લભભાઈ વઘાસીયાના પત્ની કુંદનબેન રામાણી તથા દેવાંગભાઈ ભગીરથભાઈ વ્યાસના પત્ની રેખાબેન અભંગીને વેચાણ આપેલ અને તે વખતે કરાર કરેલો કે કેનાલ કપાત થયેલ જમીન જયારે કેનાલ માંથી બાદ થઈ જશે ત્યારે તેની અલગથી વેચાણ કિંમત ચૂકવી આપશું આવો કરાર કરેલો અને રણછોડભાઈ બાબરીયાએ કેનાલ કપાત થયેલ જમીન જે ખરેખર સરકાર દ્વારા સંપાદન થયેલ ન હતી અને કેનાલ ખાતાએ પણ લખી આપેલ કે અમારી કોઈ કેનાલ રણછોડભાઈની જમીન માંથી નીકળતી નથી કે અમે એવી કોઈ જમીન સંપાદન કરેલ નથી આવો દાખલો આપેલ. જેથી અશોકભાઈના પિતા રણછોડભાઈ બાબરીયાએ ડેપ્યુટી કલેકટર ધોરાજી સમક્ષ અપીલ નં.63/2021 દાખલ કરેલ. સદરહુ કેસમાં હુકમ થતા સર્વે નં.582 ના તમામ પૈકી નંબરોની માપણી કરાવી મામલતદાર શ્રી તથા ડી.આઈ.એલ.આર. કચેરીના રીપોર્ટ પ્રમાણે રેકર્ડ દુરસ્તી કરવાનો હુકમ તા.27-10-2021 ના રોજ થયેલ તેમજ અગાઉ તા.25-11-2019 ના રોજ માપણીશીટ તથા હિસ્સા ફોર્મ નં.4 મુજબ ફરીયાદીની હે,00-14-16 જમીન ઉપરોક્ત ચારેય ઈશમોના કબજામાં હોવાનું સાબિત થયેલ અને નાયબ કલેક્ટર ધોરાજીના હુકમ મુજબ ડી.આઈ.એલ.આર. મારફત ફરીથી માપણી કરાવવાની હોય અશોકભાઈએ તેની રકમ સરકારમાં જમા કરાવેલ અને ડી.આઈ.એલ.આર. કચેરી રાજકોટ દ્વારા ઉપરોક્ત ચારેય ઇશમોને ઘણી વખત નોટીશો આપવા છતાં ઇરાદા પૂર્વક માપણી માટે હાજર રહેતા ન હોય અને અશોકભાઈ રણછોડભાઈ બાબરીયાની ઉપરોક્ત સર્વે નં.582 પૈકી ની હે.00-14-16 વાળી જમીનનો કબ્જો વગર હક્ક અધિકારે ઉપર જણાવ્યા ચારેય ઇશમોએ કરી લીધેલ હોય જેથી અશોકભાઈ બાબરીયાએ ગત તા.10-04-2025 ના રોજ કલેકટર રાજકોટ સમક્ષ ઉપરોક્ત ચારેય ઇશમો વિરુદ્ધ લેન્ડ ગ્રેબીંગની ફરીયાદ દાખલ કરતા તપાસનો ધમધમાટ શરુ થઈ ગયેલ છે અને સ્કુલના સંચાલકો આવી રીતે અભણ ખેડૂતોની જમીન જો પચાવી પાડે તો સમાજ ઉપર તેની ખુબજ વિપરીત અસર થાય તેવી પરિસ્થિતિ થાય તેમ હોય તેમજ તાજેતરમાં જ એક નામાંકિત સ્કુલના સંચાલકે વિદ્યાર્થી પાસે મોટી રકમ વધુ માર્ક અપાવવાના બહાના હેઠળ પડાવી લીધાનું પણ બહાર આવેલ હોય જેથી સ્કુલના સંચાલકો કે જેની પાસે વાલીઓ પોતાના બાળકોના સારા ભવિષ્ય ની આશા રાખતા હોય વાલીઓમાં પણ ફફડાટ પણ વ્યાપી ગયેલ છે. આ કેસમાં ફરીયાદી અશોકભાઈ રણછોડભાઈ બાબરીયા વતી ધોરાજીના એડવોકેટ ચંદુલાલ એસ. પટેલ રોકાયેલા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *