મોરબીમાં આજે મોકડ્રિલ અંતર્ગત લાઇટો બંધ કરી અંધારપટ્ટ કરાશે

યુદ્ધ જેવી પરિસ્થિતિનો સામનો કરવા માટે કાલે તા.7ના રોજ અનેક જિલ્લાઓમાં મોકડ્રિલ યોજવામાં આવનાર છે. આ મોકડ્રિલ મોરબીમાં પણ સાંજે 4 વાગ્યે યોજાનાર હોવાનું જિલ્લા…

યુદ્ધ જેવી પરિસ્થિતિનો સામનો કરવા માટે કાલે તા.7ના રોજ અનેક જિલ્લાઓમાં મોકડ્રિલ યોજવામાં આવનાર છે. આ મોકડ્રિલ મોરબીમાં પણ સાંજે 4 વાગ્યે યોજાનાર હોવાનું જિલ્લા કલેકટર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે સમગ્ર જિલ્લામાં રાત્રીના 7:45થી 8:15 સુધી લાઈટ બંધ રાખવાની સૂચના આપી બ્લેક આઉટને સફળ બનાવવા અપીલ કરવામાં આવી છે.

જિલ્લા કલેકટર કિરણ ઝવેરીએ જણાવ્યું કે મોરબી ખાતે આવતીકાલે બપોરે 4:00 વાગ્યાથી મોકડ્રિલનું આયોજન કરવામાં આવશે. આપણા જિલ્લામાં મહત્તમ પબ્લિક ભેગી થતી હોય તેવા સ્થળે મોકડ્રિલ યોજાશે. યુદ્ધની પરિસ્થિતિને ધ્યાન રાખતા આવતીકાલે સમગ્ર મોરબી જિલ્લામાં રાત્રિના 7: 45 થી 8:15 કલાક સુધી બ્લેક આઉટ એટલે કે સંપૂર્ણ અંધારપટ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે અને આ માટે પ્રજાજનોને જાગૃત કરવા માટે આહવન પણ કરવામાં આવે છે.

એવી ઘડી છે કે જેમાં આપણે આપણો રાષ્ટ્રપ્રેમ બતાવવાનો સમય આવી ગયો છે. આવતીકાલે રાત્રે 7: 45 થી 8:15 કલાક સુધીમાં આપણા જિલ્લાની તમામ હોસ્પિટલ તેમજ જરૂૂરી સંસ્થાઓ સિવાય તમામ ઘરો, તમામ વેપારી પ્રવૃત્તિથતી જગ્યાઓ, ઉદ્યોગો તેમજ અન્ય સંસ્થાના સ્થળોએ લાઈટ બંધ રાખવામાં આવે.આ પ્રવૃત્તિને સફળ બનાવે તેવી હું અપીલ કરું છું.અંતમાં જિલ્લા કલેકટરે જણાવ્યું કે આ મોકડ્રિલને લઈને ભ્રામક વાતો ફેલાવવામાં ન આવે અને તંત્રની સૂચનાનું પાલન થાય તેવી અપીલ છે. આપણે કચ્છ સાથે જોડાયેલ છીએ, આપણો દરિયા કિનારો પણ છે એટલે મોરબી જિલ્લો સંવેદનશીલ ગણાય.આજે સાંજે જીલ્લા કલેક્ટર કે બી ઝવેરી ની ઉપસ્થિતી મા પત્રકારો સાથે બેઠક યોજાઈ હતી જેમા મોરબી જીલ્લા વિકાસ અધીકારી જે એસ પ્રજાપતિ અધીક કલેક્ટર એસ જે ખાચર ઉપસ્થિત રહીયા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *